આફ્રિકાએ પાકિસ્તાનનો પ્રવાસ મુલતવી રાખ્યો

નવી દિલ્હી, તા. 14 : દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમે તેનો આગામી પાકિસ્તાન પ્રવાસ સ્થગિત કરી દીધો છે. આફ્રિકાની ટીમ લાંબા ગાળા બાદ પાકિસ્તાનમાં ટી-20 સિરીઝ રમવાની હતી. આફ્રિકા ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, આવતા મહિને ભારતનો પ્રવાસ કરવાનો છે. આથી ખેલાડીઓના વર્કલોડને ધ્યાને રાખીને પાક. પ્રવાસ હાલ રદ કરવામાં આવ્યો છે. બાદમાં નવો કાર્યક્રમ બંને બોર્ડની બેઠક બાદ જાહેર થશે.  જો કે, સુરક્ષાના કારણોસર આફ્રિકાએ પાકિસ્તાનનો પ્રવાસ મુલત્વી રાખ્યો હોવાનું જાણવા મળે છે. આફ્રિકાની ટીમ 12 થી 18 માર્ચ દરમિયાન ભારતમાં ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવાની છે. આ પછી પાકિસ્તાનમાં ત્રણ ટી-20 ઇન્ટરનેશનલ મેચની સિરીઝનું આયોજન હતું. હાલ આફ્રિકા ઇંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણી રમી રહી છે એ પછી ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે રમવાની છે. 28 માર્ચથી આઈપીએલની સિઝન શરૂ થઇ રહી છે. જેમાં પણ ઘણા આફ્રિકાના ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આથી, પાકિસ્તાનનો પ્રવાસ હાલ આફ્રિકાએ રદ કર્યો છે તેવી સ્પષ્ટતા તેના દેશના ક્રિકેટ બોર્ડે કરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer