ધોરડો ટેન્ટ સિટી પર આકર્ષણ જમાવશે હેલિકોપ્ટર રાઈડ

ભુજ, તા. 14 : રણવચાળે ધોરડોની તંબુનગરીમાં નયનરમ્ય રણની સાક્ષીએ પ્રવાસનની મોસમ પૂરબહારમાં ખીલી છે, ત્યારે ટેન્ટ સિટી પરથી બે-ત્રણ દિવસમાં હેલિકોપ્ટર રાઈડનું નવું આકર્ષણ ઉમેરાશે. મળતી માહિતી મુજબ વડોદરા સ્થિત વેસ્ટર્ન બર્ડ એવિએશન સર્વિસીસના શ્વેતાસિંહ દ્વારા હેલિકોપ્ટર ઉડાનની આકર્ષક સુવિધા પ્રવાસીઓનાં  મનોરંજન  માટે રણમાંથી શરૂ કરાશે.આ આકર્ષણ 20મી ફેબ્રુઆરી સુધીનું રહેશે. ઉલ્લેખનીય છે કે, `સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે પણ હેલિકોપ્ટર રાઈડની આ સુવિધા ભારે આકર્ષણ જમાવી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer