સચિન અને લારા વચ્ચે થશે ફરી ટક્કર

મુંબઈ, તા. 13 : વિશ્વ ક્રિકેટના બે મહાન દિગ્ગજ ભારતના બેટ્સમેન સચિન તેંડુલકર અને વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારા એક સમાજસેવાના કામ માટે એક બીજાની સામે રમતા જોવા મળશે. બન્ને ચેમ્પિયન ખેલાડી ટી-20  શ્રેણી એનએકેડમી સડક સુરક્ષા વર્લ્ડ સિરીઝની પહેલી મેચમાં સામસામે હશે. આ મેચ 7 માર્ચના વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયા લેજન્ડ્સ અને વેસ્ટ ઇન્ડિઝ લેજન્ડ્સ વચ્ચે રમાશે.શ્રેણીના કાર્યક્રમ અનુસાર ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ રમાશે. આ શ્રેણીમાં ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાના અમુક મોટા ક્રિકેટર ભાગ લેશે. જેમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, યુવરાજસિંહ, ઝહીર ખાન, બ્રાયન લારા, શિવનારાયણ ચંદ્રપોલ, બ્રેટ લી, બ્રેટ હોજ, જોન્ટી રોડ્ઝ, મુથૈયા મુરલીધરન, તિલકરત્ને દિલશાન વગેરે સામેલ છે. આયોજકો અનુસાર શ્રેણીનું લક્ષ્ય સડક સુરક્ષા અંગે જાગૃતતા ફેલાવવાનું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer