વર્માનગર ખાતે એકમેક સામે આંખો કાઢવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી

દયાપર (તા. લખપત), તા. 13 : તાલુકાની ઔદ્યોગિક વસાહત વર્માનગર સામે આવેલા એકતાનગરમાં ગઇકાલે સાંજે એકમેક સામે આંખો કાઢવાના મુદ્દે મારામારી થતાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઇ હતી. નવાનગરના ફરિયાદી વિપુલ ખીમજીભાઇ?દવે?(ઉ.વ. 25)એ હનીફ?ઇશાક રાયમા, અબ્બાસ યાકુબ રાયમા બંને રહેવાસી પાનધ્રો સામે ફરિયાદ લખાવતાં જણાવ્યું હતું કે, બંને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, આંખો કાઢી, કાતરિયા મારી, લાકડીથી માર મારી હોઠ?પર ઇજા પહોંચાડી હતી. ધકબુશટનો માર મારી બીભત્સ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે ફરિયાદી હનીફ ઇશાક રાયમા (ઉ.વ. 30) રહે. પાનધ્રોએ વિપુલ ખીમજીભાઇ?દવે, ચેતન ખીમજીભાઇ દવે રહે. નવાનગર સામે આંખો કાઢી કાતરિયા મારતાં ગેરકાયદેસર મંડળી રચી, ગાળો આપી, ધકબુશટનો માર તથા લોખંડનો પાઇપ મારવાની ફરિયાદ લખાવી હતી. આરોપીઓની નારાયણ સરોવર પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. પી.એસ.આઇ. વાય. એ. ઝાલા તપાસ ચલાવી રહ્યા છે. બીજી બાજુ આ પગલે મુસ્લિમ યુવાનોનું ટોળું આજુબાજુના ગામથી એકત્રિત થઇ?અહીં આવી પહોંચ્યું હતું. પોલીસે પરિસ્થિતિ સંભાળી લીધી હતી. તો આવતીકાલ તા. 14/2ના હિન્દુ યુવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાશે તેવું જાણવા મળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer