માનસિક દર્દીના મનોપચારની કચ્છની યોગ થેરાપીને રાષ્ટ્રીય અનુમોદન

માનસિક દર્દીના મનોપચારની કચ્છની યોગ થેરાપીને રાષ્ટ્રીય અનુમોદન
માધાપર (તા. ભુજ), તા. 28 : દુ:ખ, પીડા, હતાશા અને આત્મહત્યાના નકારાત્મક વિચારોથી પીડાતા માનસિક દર્દીઓના મનોપચાર માટે કચ્છ જિલ્લામાં વિકસાવેલ યોગ સાઇકોથેરાપીનું અનુમોદન રાષ્ટ્રીયસ્તરે થયું છે. જે કચ્છ માટે ગૌરવની વાત છે. કોલકાતામાં આયોજિત ઇંડિયન સાઇકિયાટ્રિક સોસાયટીના 72મા રાષ્ટ્રીય સંમેલનમાં દેશ-વિદેશથી આશરે 5000 મનોચિકિત્સકો અને માનસિક આરોગ્ય કાર્યકર જોડાયા હતા. જેમાં સાયન્ટિફિક સેશનના કાર્યક્રમમાં યોગ સાઇકોથેરાપી વર્કશોપ યોજાયો હતો.યોગ સાઇકોથેરાપીની તાલીમ દરમ્યાન મનોચિકિત્સકોના વિવિધ પ્રશ્નોના જવાબ ભારતીય સાઇકોથેરાપીના જનક તરીકે ઓળખાતા ડો. દેવજ્યોતિ શર્માએ આપ્યા હતા. કાર્યક્રમના ચેયર-પર્સન વિવેકાનંદ ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ કોલકાતાના વિભાગના વડા ડો. ઉદય ચૌધરી અને મનોચિકિત્સક સાઇદા રૂખશેદ (મુંબઇ)એ યોગ સાઈકોથેરાપી જેવા નવીન મનોપચાર વિધિ વિકસાવવા માટે ડો. શર્માને બિરદાવ્યા હતા અને સર્ટીફિકેટ ઓફ સ્પીકર ઓફ વર્કશોપ આપ્યું હતું. ડો. શર્માએ અત્યાર સુધી ભારતમાં માનસિક દર્દીઓના સારવારમાં પ્રચલિત પશ્ચિમી દેશોના સાઇકોથેરાપી પદ્ધતિઓ સામે પ્રથમ વખત પૂર્વના યોગ સાઇકોથેરાપીના સૃજન કરવાથી જે ભારતમાં મનોપચાર માટે પ્રથમ ભારતીય સાયકોથેરાપીના રૂપે માન્યતા પ્રાપ્ત કરી છે. નોંધનીય છે કે ઉપરોક્ત સાયન્ટિફિક સેશનમાં સમ્મલિત બધાજ કાર્યક્રમો માટે વેસ્ટ બંગાલ મેડીકલ કાઉન્સિલ ક્રેડિટ અવર્સ આપ્યા છે. ડો. શર્માએ કહ્યું છે કે વર્તમાન દશક 2020 યોગ   સાયકોથેરાપી માટે પ્રચાર પ્રસારના દશક સાબિત થશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer