વિવિધ સેવાકાર્યો સાથે ભુજના નગરપતિની જન્મજયંતી ઉજવાઇ

વિવિધ સેવાકાર્યો સાથે ભુજના નગરપતિની જન્મજયંતી ઉજવાઇ
ભુજ, તા. 28 : શહેરના માજી નગરપતિ સ્વ. રસિકલાલ મેઘજી ઠક્કરની 73મી જન્મજયંતી નિમિત્તે ભુજ નગર સેવાસદન, તેઓનો પરિવાર તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રાજેન્દ્રબાગ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ.પૂ. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે 51 વિદ્યાર્થીઓની સંસ્કૃત પરીક્ષાઓની ફી સ્વ. ઠક્કરના પરિવાર વતી ભરવામાં આવી હતી. તે ઉપરાંત રંક પરિવારોને રાશન કીટનું વિતરણ, નાના ભૂલકાઓને અલ્પાહાર તેમજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવેલી ચિત્ર સ્પર્ધા, સુલેખન સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પરિવાર વતી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત પ્રસંગે હાજર રહેલા ભુજ નગરપાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, સ્વ. રસિકભાઇ ઠક્કર ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર હતા. તેમના દ્વારા કરવામાં આવેલી વિવિધ સેવાઓ જેવી કે ભુજના નગરપતિ તરીકે કરેલી કામગીરી, ધરતીકંપ વખતે સ્મશાનમાં કરેલી કામગીરી તેમજ જનસંઘથી ભારતીય જનતા પાર્ટી માટે કરેલી કામગીરી આજે પણ ભૂલી શકાય તેમ નથી. આ પ્રસંગે નગરપાલિકા કારોબારી ચેરમેન ભરતભાઇ?રાણા, નગરસેવકો ગોદાવરીબેન ઠક્કર, અજયભાઇ ગઢવી, કાસમભાઇ કુંભાર, સમાજના અગ્રણીઓ બાલકૃષ્ણભાઇ ઠક્કર, જગદીશભાઇ?ઠક્કર, દિલીપભાઇ ઠક્કર, ભાવેશભાઇ ઠક્કર, જયંત સી. ઠક્કર, અનિષભાઇ ઠક્કર તેમજ પરિવાર વતી ઘનશ્યામભાઇ ઠક્કર, રાજુલાબેન ઠક્કર, પીયૂષભાઇ ઠક્કર, વરૂણ ઠક્કર, કાવ્યા ઠક્કર, વિવિધ સંસ્થાઓ વતી વિભાકરભાઇ અંતાણી, ઇસ્માઇલભાઇ જુણેજા, દર્શકભાઇ અંતાણી, મંદાબેન પટ્ટણી, અનવરભાઇ નોડે તેમજ વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer