યોગ શિબિર ભુજ માટે મીઠું સંભારણું બની રહેશે

યોગ શિબિર ભુજ માટે મીઠું સંભારણું બની રહેશે
ભુજ, તા. 28 : `જે વહેલો જાગે તેનાથી રોગ ભાગે'ના સૂત્રને અનુરૂપ શિબિરના સમાપન દિવસે સંગીતમય યોગથી શરૂઆત ભુજના યોગગુરુ પૂર્વીબેન સોનીએ કરાવી હતી. આ અવસરે ભરતભાઈ રૂપારેલે અલગ અલગ આસનો કરાવ્યા. શિબિરમાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, સર્વમંગલ આરોગ્યધામના ટ્રસ્ટી મધુભાઈ, ધીરેનભાઈ લાલન, સંજયભાઈ શાહ, મનુભાઈ યોગીએ જણાવ્યું કે, આ શિબિર ભુજનું મીઠું સંભારણું બની રહેશે. ડો. ધવલ દોશીએ હૃદય સંબંધિત જાણકારી આપી. યોગેશ દોશીએ શિબિર માટે આનંદ વ્યક્ત કર્યો. સર્વમંગલ આરોગ્ય ધામના ટ્રસ્ટીએ આ શિબિરનું મુખ્ય દાતા તરીકે તેમજ સહયોગી દાતા માટે સંજયભાઈ શાહનો સહયોગ સાંપડયો હતો. આ શિબિરમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી સત્યપ્રકાશ દ્વારા શીર્ષાસન કરાયું હતું. આયુર્વેદિક ડો. આલાપભાઈએ ખાનપાન વિશે વિસ્તૃત સમજ આપી હતી. શિબિરના સમાપને સર્વમંગલ આરોગ્યધામના ડો. આલાપભાઈ અંતાણીએ આભારવિધિ કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer