માંડવીમાં `ભાજપ આપને દ્વારે''

માંડવીમાં `ભાજપ આપને દ્વારે''
માંડવી, તા. 28 : અહીંના શહેર ભાજપા દ્વારા ગુજરાત ભાજપ મંડલ કક્ષા `ભાજપ આપને દ્વારે' લોકાભિમુખ અભિયાનનું દ્વિતીય ચરણ ગણતંત્ર?દિને સંપન્ન થયું હતું. શહેર ભાજપ પ્રમુખ દેવાંગ અનંતરાય દવેએ ન.મો.ની મન કી બાતને અર્થપૂર્ણ વિસ્તરણ વિવિધ સરકારી તંત્રોને સાંકળી નાગરિકો, અરજદારોને ધરમધક્કાઓથી ઉગારતું અભિયાન કાર્યરત કર્યું હોવાનું દ્વિતીય ચરણનો આરંભ કરાવતાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ? ત્રિવેદીએ અધ્યક્ષસ્થાનેથી દીપ પ્રગટાવતાં જણાવ્યું હતું. આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેર સેવા સદન, મામલતદાર કચેરી, પી.જી.વી.સી.એલ. વગેરે કચેરીઓ સાથે સંબંધ ધરાવતી સમસ્યાઓનું નિરાકરણ, ખુલ્લી રજૂઆત એક મંચ પર સંભવ બનાવાઇ હતી. નગર સેવાસદનના પ્રમુખ?મેહુલભાઇ શાહે આરંભમાં વિકાસના મંત્રને અર્થપૂર્ણ બનાવવા સરકારી તંત્રોની હકારાત્મકતાને પૂર્વ શરત તરીકે આગળ કરતાં નાગરિક સંતોષને અનિવાર્ય ગણાવ્યો હતો. આરંભમાં પાલિકા ઉપાધ્યક્ષા ગીતાબેન ગોરે સ્વાગત પ્રવચન કર્યું હતું. મતદાર નોંધણીમાં પ્રશસ્તિકર કામગીરી બદલ એસ. એન. ઝાલા અને હરેશ?વિંઝોડા, સ્પીકર ઓફ?કચ્છ સ્પર્ધામાં દ્વિતીય શરીફાબેન સમા, કરાટેમાં રાષ્ટ્રીય સુવર્ણપદક પ્રાપ્ત હિત ગોસ્વામી, મહાકુંભમાં રાજ્યકક્ષાએ દ્વિતીય વંશ ગોસ્વામી, યોજનાઓના અસરકારક અમલીકરણ માટે ગીતા ગોર વગેરેનું બહુમાન કરાયું હતું. નગરસેવકો મંચસ્થ હતા.પારસ સંઘવી, ઉદય ધકાણ, પરેશ?ખારવાએ સંચાલન સંભાળ્યું હતું. આભારદર્શન તારાબેન ગોસ્વામીએ કર્યું હતું. ઓ.એસ. કાનજીભાઇ શિરોખાના નેતૃત્વમાં વિવિધ?શાખા અધિકારીઓ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લેવાયું હતું. ઉદય ઠાકર, પ્રેમજી કેરાઈ વગેરેએ સહયોગ આપ્યો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer