કચ્છને મોતિયો મુક્ત કરવાના અભિયાનમાં સહકારની અપીલ

કચ્છને મોતિયો મુક્ત કરવાના અભિયાનમાં સહકારની અપીલ
માંડવી, તા. 28 : લોહાણા મહાજન આયોજિત રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી 19મો નિ:શુલ્ક નેત્રયજ્ઞ યોજાયો હતો જેમાં સર્વે જ્ઞાતિજનોના દર્દીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.આ કેમ્પના દાતા તરીકે સ્વ. અમૃતલાલ કેશવજી તન્નાની સ્મૃતિમાં હસ્તે પંકિન અમૃતલાલ તન્ના (માધાપર) રહ્યા હતા. પ્રારંભે કાર્યક્રમના અધ્યક્ષ અને માંડવી લોહાણા મહાજનના પ્રમુખ હરીશભાઇ ગણાત્રા, સહયોગી દાતા તરફથી નીમાબેન તન્ના, સંજયભાઇ તન્ના, કિરણબેન તન્ના, રમેશભાઇ પાંજપાણી, નયનાબેન પાંજપાણી તેમજ માંડવી લોહાણા મહાજનના ઉ.પ્ર. શશિકાંતભાઇ ચંદે, ડોક્ટર શ્રી જાની તથા લેબ. ટેકનિશીયન પ્રવીણભાઇ છાભૈયાના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું.અધ્યક્ષસ્થાનેથી હરીશભાઇ ગણાત્રાએ જણાવ્યું કે, ટ્રસ્ટ દર છ મહિને કચ્છમાં જુદી જુદી તારીખોએ નેત્રયજ્ઞો કરીને સેવાકીય કાર્ય કરી રહ્યું છે. આ કેમ્પ માટે કચ્છના વિવિધ વિસ્તારમાંથી દાતા પરિવારનો જે સહયોગ મળી રહ્યો છે તે ઉપરોક્ત કાર્ય માટે પ્રેરણારૂપ છે. કેમ્પમાં વધુમાં વધુ લોકોએ જોડાઇ કચ્છને `મોતિયો મુક્ત' કરવાના અભિયાનમાં સાથ-સહકાર આપવા અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું કે, કેમ્પમાં 163 દર્દીઓને તપાસી 69 દર્દીઓનાં ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલાયા હતા. દાતા પરિવારના સંજયભાઇ તન્નાએ આયોજનની પ્રશંસા સાથે હરીશભાઇનું સન્માન કરી નવા કેમ્પ માટે સહયોગની જાહેરાત કરી હતી.આયોજન લોહાણા યુવક મંડળના પ્રમુખ હસમુખભાઇ ઠક્કર તથા ટીમે જહેમત ઉઠાવી હતી. શશિકાંતભાઇ ચંદે, મહેન્દ્રભાઇ ચોથાણી, દીપકભાઇ સોનાઘેલા, મૌલિકભાઇ ચંદારાણા, નિલેશભાઇ ઠક્કર, નિહિતભાઇ ભીંડે, કિરીટભાઇ રૂપારેલ વિ. ઉપસ્થિત રહ્યા હતા.સંચાલન તેમજ આભારવિધિ મહાજનના સહમંત્રી હસમુખભાઇ?ભીંડેએ કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer