ઠંડીનો ચમકારો કચ્છને ફરી ધ્રુજાવશે : હવામાન વિભાગનો વર્તારો

ભુજ, તા. 28 : છેલ્લા ચાર-પાંચ દિવસથી લઘુતમની સાથે મહત્તમ પારો ઊંચકાતા ઠંડીની પક્કડ ઢીલી પડી છે. જો કે, ફરી એકવાર ઠંડીનું મોજું કચ્છને ધ્રુજાવે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે જારી કરેલા બુલેટીનમાં રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ લઘુતમ પારો 3થી 4 ડિગ્રી સુધી ગગડી ફરી સિંગલ ડિજિટમાં પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે. જો કે, રાજ્યમાં મંડરાયેલો માવઠાંનો માહોલ હળવો બનતાં ખાસ તો ધરતીપુત્રોએ રાહતનો દમ લીધો છે. દરમિયાન આજે ભુજમાં લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી ગગડી 14.4 જ્યારે નલિયામાં  ત્રણ ડિગ્રીના વધારા સાથે 13.2 ડિગ્રીએ પહોંચ્યું છે. મહત્તમ તાપમાન 24થી 28 ડિગ્રીની  વચ્ચે આવી જતાં બપોરે અનુભવાતો હૂંફાળો માહોલ પ્રમાણમાં ઓછો અનુભવાયો હતો. ખાનગી રાહે તાપમાન નોંધાય છે એવા ખાવડામાં 9, માંડવી અને મુંદરામાં 13 જ્યારે રાપરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો કંડલા પોર્ટમાં 16.1 અને કંડલા એરપોર્ટમાં પારો 16.3 ડિગ્રીએ અટક્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે મહત્તમ પારો 32 ડિગ્રી નજીક પહોંચતા તાપની આણ પણ?વર્તાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer