નલિયા ગ્રામીણ બેંકમાં ગ્રાહકોને મુશ્કેલી

નલિયા, તા. 28 : અહીંની ગ્રામીણબેંકમાં જમા-ઉપાડની પાસબુકમાં નોંધ ન કરીઅપાતા નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં વારંવાર બેંકિંગ ઈન્ટરનેટર સેવા બંધ  રહેવાને પગલે ગ્રાહકોને નાણાં ન મળતાં ખાતેદારોને ભારે મુશ્કેલી થાય કેટલાક ખાતેદારોના જણાવ્યાનુસાર ગ્રામીણ બેંક ઓફ બરોડામાં મર્જ થઈ છે તેને લાંબો સમય થઈ ગયો છે. બેંકની આંતરિક વહીવટી પ્રક્રિયા પૂરી ન થતાં ખાતેદારોને મુશ્કેલીનો ભોગ બનવું પડે છે. નલિયાની ગ્રામીણ બેંકમાં પંદરેક હજારથી વધુ ખાતાઓ હશે મુખ્યત્વે ગ્રામીણ ખાતેદારોની સંખ્યા કે જ્યાં બેકિંગ સેવા નથી  તેવા ગામોના ખાતેદારોના ખાતા છે. બેંકમાં જ્યારે નેટ સેવા ચાલુ હોય ત્યારે નાણાની લેતી-દેતી તો થાય છે પણ પાસબુકમાં તેની એન્ટ્રી ન હોવાથી ગામડાના અભણ લોકો પોતાના ખાતામાં કેટલી રકમ છે તે જાણી શકતા નથી. જેના પગલે ગ્રાહકો ગોથા ખાય છે. જ્યારે બેંકમાં ઈન્ટરનેટ બંધ હોય ત્યારે ગ્રાહકોને પાછા જવું પડે છે. દા.ત. શુક્રવારે ઈન્ટરનેટ બંધ હોય તો નાણા લેતીદેતીનો સોમવારે આરો આવે છે અને સોમવારે ફરી પાછો બંધ હોય તો તેના પછીના દિવસે માંડ-માંડ નાણાં મળે છે. આમ તો રિઝર્વ બેન્કની ગાઈડલાઈન મુજબ બેંકનું એ.ટી.એમ. હોવું અનિવાર્ય છે પણ આવી કોઈ વ્યવસ્થા ન હોવાથી ગ્રાહકોની મુશ્કેલી યથાવત રહી છે. બેંકમાં બેસીને તગડો પગાર લેતા બાબુઓ સંતોષકારક જવાબ ન આપી ઉડાઉ જવાબ આપી ગ્રાહકોને ટાળી દેતા હોવાનો આક્ષેપ છે. અન્ય બેંકો કરતાં ગામડાના લોકોને આ બેંક સાથે પનારો પડવો એ ગામડાના લોકો સુખદ વાત સમજે છે. પણ વહીવટમાં સુસ્તી ઉડાડવામાં ન આવતાં ગામડાના લોકો અને ખાતેદારોમાં ભારે નારાજગી ફેલાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer