કચ્છી બોલીની ભિન્નતાના અભ્યાસનું દસ્તાવેજીકરણ થશે : કાર્યશાળાનું આયોજન

ભુજ, તા. 28 : કચ્છ પ્રદેશના જુદા જુદા વિસ્તારમાં બોલાતી `કચ્છી બોલી'માં વિવિધતા અને ભિન્નતા જોવા મળે છે આનો અભ્યાસ મહેન્દ્રભાઇ દોશી ભારત સરકાર સંચાલિત ભારતીય ભાષા સંસ્થાન (મૈસુર)ના સહયોગથી કરી રહ્યા છે. આ અભ્યાસના પ્રથમ તબક્કામાં 2017માં ભુજ, માંડવી, મુંદરા, લખપત, નખત્રાણા વિસ્તારમાં બોલાતી સ્થાનિક કચ્છી બોલીના ઉચ્ચારણનું વોઇસ રેકોર્ડિંગ `ડાયેટ' ભુજના સહકારથી કરેલું હતું, જેમાં કુલ 58 ભાવકની વાતચીત રેકોર્ડ થઇ હતી. `કચ્છી બોલી'ની સંરચનાની વ્યવસ્થાના અભ્યાસ માટે બીજા તબક્કામાંતા. 4/2/20થી 7/2/20 દરમ્યાન કચ્છ યુનિવર્સિટીના સભાખંડમાં સ્પીચ વેરાયટી ઓફ કચ્છી-ડાયલેટના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છ પ્રદેશના જુદા જુદા વિસ્તારની શાળામાં શિક્ષણ કાર્ય કરે છે તે પૈકીના `ડાયેટ' દ્વારા પસંદ શિક્ષકોની ઉપસ્થિતિમાં `કચ્છી બોલી'માં સાહિત્ય તૈયાર કરવામાં આવશે અને તેને કચ્છી-ગુજરાતીના વિદ્વાનો, નિર્ણાયકો, તજજ્ઞ?દ્વારા પ્રમાણિત કરવામાં આવશે. આ નિર્ણાયકો-તજજ્ઞો તરીકેની કામગીરી પદ્મશ્રી નારાયણભાઇ જોશી, કમલેશભાઇ મોતા, દક્ષાબેન મહેતા, સંજય ઠાકર અને વિશ્રામ ગઢવી કરશે. આ વર્કશોપમાં ડો. સી. વી. રામકૃષ્ણન, ડો. સુજાતા ભુજંગ, ડો. યોગેન્દ્ર દલાલ, ડો. દર્શના ધોળકિયા તથા મહેન્દ્ર દોશી ઉપસ્થિત રહેશે. આ વર્કશોપનું આયોજન ભારત સરકાર સંચાલિત ભારતીય ભાષા સંસ્થાન (મૈસુર), `ડાયેટ'?ભુજ, કચ્છ યુનિવર્સિટી, ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer