દિલ્હીને જોડતી આલાહઝરત ટ્રેનમાં વધારાનો સ્લીપર કોચ

ગાંધીધામ, તા. 28 : કચ્છથી રાજધાની દિલ્હીને સાંકળતી આલાહઝરત એકસપ્રેસમાં રેલવે પ્રશાસન દ્વારા હંગામી ધોરણે વધારાનો એક સ્લીપર કોચ જોડવામાં આવશે.પશ્ચિમ રેલવે દ્વારાપ્રવાસીઓની માગણી અને સુવિધાને અનુલક્ષીને આનિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર  14311-14312માં બરેલી ભુજ એકસપ્રેસમાં બરેલીથી તા. 1 થી 6 ફેબ્રુઆરી સુધી અને તા.3 ફેબ્રુઆરીથી  6 ફેબ્રુઆરી સુધી ભુજથી  વધારાનો કોચ જોડાશે. જયારે 14321-14322 બરેલી એકસપ્રેસમાં 2 થી 7 ફેબ્રુઆરી સુધી બરેલીથી અને 2 થી 8 ફેબ્રુઆરી  સુધી ભુજથી વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે. આ સુવિધાથી પ્રતીક્ષા યાદીમાં ઘટાડો થશે અને પ્રવાસીઓની યાત્રા આરામદાયક રહેશે તેવો આશાવાદ રેલવે પ્રશાસને વ્યકત કર્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer