શાળાની બસોના તીવ્ર અવાજવાળા હોર્ન દૂર કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત

ગાંધીધામ, તા. 28 : વિદ્યાર્થીઓને લઇ જતી સ્કૂલ બસોમાંથી તીવ્ર અવાજવાળા એરહોર્ન દૂર કરાવી હવાનું પ્રદૂષણ ઓછું કરાવવા મુખ્ય મંત્રીને અહીંના નિ.ના.કા.ઇ. રમેશભાઇ કેલાએ રજૂઆત કરી હતી. દરેક શહેરોમાં ચાલતી લગભગ દરેક સ્કૂલ બસોમાં તીવ્ર-તીક્ષ્ણ અવાજવાળા એરહોર્ન વગાડીને નાના નાના બાળકોના ઘર, શેરી વિસ્તારમાં રહેતા રહેવાસીઓ, વૃદ્ધો, નવજાત બાળકો, માતાઓ તેમજ બિમાર લોકોને પણ આવા કર્કશ હોર્નનાં કારણે ખૂબ જ તકલીફ પડે છે. સૌથી વધારે નુકસાન તો બસમાં જતાં નાના નાના ભૂલકાંઓને તો દરરોજ એંસીથી સો વખત સાંભળવા મજબૂર છે. દરેક વિદ્યાર્થી જે કુમળી વયનાં હોય છે તેમના કાનના પડદા પર કાયમી નુકસાન તેમજ માનસિક ત્રાસ પણ થાય છે. તેવો નિષ્ણાત તબીબોનો અભિપ્રાય પણ છે તેવું શ્રી કેલાએ ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer