હાજીપીર નજીક મંજૂર થયેલી નમક માટેની જમીન પર હાઈકોર્ટની રોક

ભુજ, તા. 28 : કચ્છના મોટા રણ વિસ્તારમાં હાજીપીર નજીક એક ખાનગી કંપનીને નમક તેમજ કેમિકલના ઉત્પાદન માટે અપાયેલી 15 હજાર હેક્ટર જમીન ભાડા પટ્ટા પર આપવાના કચ્છ કલેક્ટરના હુકમ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે.સરહદ વિકાસ સેવા સમિતિના ટ્રસ્ટી હરેશ એસ. વ્યાસની યાદી અનુસાર નાના-મોટા ધંધાર્થીઓ દ્વારા જમીન ભાડા પટ્ટે મેળવવાસરકાર પાસે માગણી કરાઈ હતી, પરંતુ તંત્રે તે નામંજૂર કરી હતી. ત્યારબાદ ભગવતી ઈન્ફ્રા બલ્ક પ્રા. લિ. નામની કંપનીની માગણી ગ્રાહ્ય રાખી  15 હજાર હેક્ટર જમીન કલેક્ટર કચેરીએ ફાળવતાં સમિતિએ આ હિલચાલનો વિરોધ કર્યો હતો અને નાના સ્થાનિક ઉદ્યોગકારો અને અગરિયાઓના હિતમાં તે ન ફાળવવા રજૂઆત કરાઈ હતી. તેવી જ રીતે અન્ય બે કંપની પર્લ સોલ્ટ વર્કસ પ્રા. લિ. તેમજ જય રવેચી કેમિકલને પણ ફાળવાયેલી જમીન પર અમલ કરાઈ છે. વધુમાં જણાવ્યું હતું કે, લવણ સોલ્ટ પ્રા. લિ.એ પણ આ જમીન માટે માગણી કરી હતી પરંતુ તે સરહદ નજીક હોવાથી નામંજૂર કરાઈ હતી તેની સામે પ્રોપાઈટરે ગુજરાત હાઈકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લિકેશન કરી જેને ગ્રાહ્ય રાખીને હાઈકોર્ટ અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભગવતીને કંપની કબ્જો ન સોંપવા તેમજ તેના પર કોઈ ઉત્પાદન કામ, પ્રવૃત્તિ કે બાંધકામ ન કરી મૂળભૂત સ્થિતિમાં જાળવી રાખવા કલેક્ટરને હુકમ કર્યો છે તેવું યાદીમાં જણાવ્યું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer