મુસ્લિમોની પવિત્રયાત્રાના નામે છેતરપિંડી કરનારા સામે પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ

ભુજ, તા. 28 : શહેરની ખાનગી ટ્રાવેલ્સ પેઢી દ્વારા મુસ્લિમોની પવિત્ર ઉમરાહની જિયારત અને મક્કા-મદીનાની યાત્રાના નામે છેતરપિંડી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવાયા બાદ કોઈ કાર્યવાહી કરાતી ન હોવાનો આક્ષેપ ફરિયાદીએ  કર્યો છે.ફરિયાદી મહમદ હુશેન બકાલીના આક્ષેપ મુજબ ખાનગી ટ્રાવેલ્સના માલિક તથા તેના પુત્ર દ્વારા ઉમરાહની જિયારત અને મક્કા-મદીનાની યાત્રાના નામે અનેક લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા બાદ આ યાત્રા ન કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. આ બાબતે પોલીસ ફરિયાદ કરાયા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેમ આ શખ્સો દેખાતાં પોલીસને જાણ કરાઈ હોવા છતાં પોલીસે થોડા દિવસ રાહ જુઓ તેવું કહી કોઈ પગલાં લીધા ન હોતાં તેવું પણ ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer