ત્રણત્રણ મહિનાથી બંધ હાલત થકી પત્રીના એટીએમ ગ્રાહકોને હાલાકી

પત્રી (તા. મુંદરા), તા. 28 : અહીંની દેનાબેન્કનું એટીએમ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હોતાં ખાતેદારો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.પત્રીના સામાજિક અગ્રણી હરેશભાઇ ગોસ્વામીના જણાવ્યા મુજબ આ એટીએમ છેલ્લા ત્રણ માસથી બંધ છે. આ અંગે શ્રી ગોસ્વામીએ દેનાબેન્કનો સંપર્ક કરતાં બેન્ક વર્તુળોના જણાવ્યા અનુસાર હાલ દેનાબેન્કની બેન્ક ઓફ બરોડામાં વિલિનીકરણની કામગીરી ચાલુ હોવાથી એટીએમ બંધ છે. એટીએમ બંધ હોવાથી બેન્કમાં લોકોની લાઇનો લાગે છે. બેન્કના સમય બાદ અહીંનું એટીએમ બંધ હોતાં પૈસા ઉપાડવા લોકોની લાઇનો લાગે છે. પૈસા ઉપાડવા લોકોને વાંકી અથવા મુંદરા સુધી લાંબા થવું પડે છે. જેથી સમય અને નાણાંનો વ્યય થાય છે અને બેન્કના ગ્રાહકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિ નિવારવા એટીએમ શરૂ કરવા લોકોની  માંગ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer