નેત્રાના વિનામૂલ્યે બાળરોગ નિદાન સારવાર શિબિરનો 145 દર્દીએ લાભ લીધો

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 28 : તાલુકાના નેત્રાના પ્રા.આ. કેન્દ્રમાં નખત્રાણાની માતૃસ્પર્શ હોસ્પિટલ અને નખત્રાણા  તાલુકા આરોગ્ય કચેરી સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના  સંયુક્ત ઉપક્રમે 0થી 14 વર્ષના બાળકો માટે વિનામૂલ્યે બાળ રોગ નિદાન શિબિર યોજાયો હતો.145 જેટલા બાળકોનું નિદાન તથા જરૂરતમંદોને દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. દીપપ્રાગટય માતૃસ્પર્શ હોસ્પિટલના સ્થાપક શ્રી કોડરાણી, તા. ભાજપના પૂર્વ પ્રમુખ રાજેશ પલણ, સામાજિક અગ્રણી કરસનભાઇ સોઢા,હાજી ફકીર મામદભાઇ કુંભાર વગેરેની ઉપસ્થિતિમાં કરાયું  હતું.માતૃસ્પર્શના દીપકભાઇ દવેએ જણાવ્યું કે, નખત્રાણા ખાતે બાળરોગ હોસ્પિટલ બનતાં આ વિસ્તારના જરૂરતમંદોને ભુજના ધક્કાથી રાહત થઇ તો રાજેશભાઇ પલણે માતૃસ્પર્શ હોસ્પિટલે શરૂ થયાના 11 મહિનામાં 15 જેટલા વિવિધ ગામોમાં મફત કેમ્પ યોજ્યા છે જેમાં 3000 જેટલા બાળ દર્દીઓની તપાસ કરાઇ હતી. તેમણે નેત્રા પ્રા.આ. કેન્દ્રમાં ખૂટતા સ્ટાફ અંગે સાંસદ વિનોદભાઇ ચાવડા તથા આરોગ્ય અધિકારી ડો. કન્નરને રજૂઆત કરાઇ હોવાનું ઉપરાંત 108ની સગવડતા માટે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.મુસ્લિમ યુવક મંડળના પ્રમુખ હારૂનભાઇ કુંભાર, બાળરોગના ડો. શશિન્દ્રભાઇ, નેત્રાના મેડિકલ ઓફિસર ડો. પલ્લવીબેન, ઓસમાણ કુંભાર, વિશાલ આઇઆ, વિજયભાઇ સિજુ, હાર્દિકભાઇ (બાંડિયારા) ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી આમદભાઇ જત વગેરે હાજર રહ્યા હતા.માતૃસ્પર્શ હોસ્પિ.ના ધર્મેન્દ્રસિંહ જાડેજા, મયૂરભાઇ ઠક્કર, વર્ષાબા સોઢા, દિવ્યાબેન, દીપુભા સોઢા, હકુમતસિંહ, કંચનબેન, આશા વર્કર, આંગણવાડી વર્કરે સહયોગ આપ્યો હતો. ચા-નાસ્તાની કેમ્પ દરમ્યાન વ્યવસ્થા નેત્રા યુવા મુસ્લિમ સમાજે કરી હતી એવું નેત્રા યુવા મુસ્લિમ મંડળના પ્રમુખ હારૂનભાઇએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer