ભુજમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક હરીફાઈના વિજેતા બાળકોનું સન્માન

ભુજ, તા. 28: હાથીસ્થાન સી.આર.સી.માં વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહકારથી વિવિધ હરીફાઈ યોજાઈ હતી. હાથીસ્થાન સી.આર.સી. ભુજમાં ઈન્નરવીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ વોલસિટી, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ મેઈન, દાતા પૃથ્વીભાઈ શાહ (ગાંધીનગર), કલ્પનાબેન મહેન્દ્રભાઈ માકાણી (ભુજ), સ્વ. પ્રવીણસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પરિવાર, મધુબેન ઠક્કર (લંડન), વિનોદભાઈ પાંચાણી (લંડન), જનકભાઈ ગોર (ઓસ્ટ્રેલિયા) સહિત અનેક દાતાઓના સહકારથી શૈક્ષણિક અને સાંસ્કૃતિક હરીફાઈઓ યોજાઈ હતી, જેમાં ચણિયાચોળીની ભેટ અપાઈ જેના સાથે સાંસ્કૃતિક હરીફાઈ દેશભક્તિ ગીતો, લોકગીતો વિ., લીંબુ ચમચી જેવી રમત-ગમત હરીફાઈઓ, ધોરણ 7-8ની તમામ દીકરીઓને સેનેટરીપેડ અને ડો. પ્રફુલ્લાબેન ભીંડે દ્વારા ત્રીરોગ વિશે માહિતી અપાઈ હતી.  જરૂરિયાતમંદ દીકરીઓને કુર્તિઓનું વિતરણ કરાયું હતું. દરેક શાળાનાં ધો.3 થી 8માં એકમ કસોટીઓ અને વર્ગશિક્ષણ કાર્યમાં સારો દેખાવ કરનારા ટોપ-10 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. સરસપર શાળાના બાળકોને ગણવેશની ભેટ અપાઈ હતી. પ્રારંભ મહેમાનોના હસ્તે દીપપ્રાગટયથી કરાયો હતો. કૃપા જોશી, રચના શાહ, શીતલ મકવાણા, અનિતા બજોરિયા, હર્ષા જોશીએ જહેમત ઉઠાવી હતી. ઉર્મિલાબેન નાકર, ડો. નરેન્દ્ર અદેપાલ, ડો. જિતેન્દ્ર કાથડ, નીલેશ ગોર, પરેશ ગુજરાતી, નરેશ સોલંકી વિ. પ્રિન્સિપાલો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને સંચાલન સી.આર.સી. કો-ઓર્ડિનેટર કૃપાબેન નાકરે કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer