નિવૃત્ત થતા કચ્છી આર્મીમેનનો રવિવારે અંજાર ખાતે સન્માન સમારંભ

અંજાર, તા. 28 : મૂળ વવારના અને અંજાર ગઢવી સમાજના સવરાજ પાલુભાઇ ગઢવી આગામી તા. 2ના રવિવારે ભારતીય લશ્કરમાંથી નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેમનો સન્માન કાર્યક્રમ સોનલમાના મંદિરે યોજાશે. સેવા નિવૃત્ત થઇ માદરેવતન આવી રહેલા શ્રી ગઢવી 19 વર્ષની વયે ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા અને 2007માં આતંકવાદીઓ સામે 72 કલાક સુધી ઝઝૂમી વિજય હાંસલ કર્યો હતો.તેમનું સન્માન કરવા ઇચ્છતી વ્યક્તિઓ, સંસ્થાઓએ બાબુભાઇ ગઢવી-મો. 99780 02510, આલાભાઇ?ગઢવી-મો. 99131 11553નો સંપર્ક કરવા જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer