કચ્છના નાગરિક સંરક્ષણ વિભાગમાં ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર

કચ્છના નાગરિક સંરક્ષણ વિભાગમાં ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર
ભુજ, તા. 25 : 71મા ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ કચ્છના નાગરિક સંરક્ષણના વોર્ડને સેવાના ફાયર પાર્ટીના લીડર તરીકે 40 વર્ષથી સેવા આપતા વિભાકરભાઇ એન. અંતાણીને નાગરિક સંરક્ષણનો રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવાની ભારત સરકાર તરફથી જાહેરાત કરાઇ છે. આ અગાઉ શ્રી અંતાણીને 2017ની 26મી જાન્યુ.ના તેમને હોમગાર્ડમાં 30 વર્ષથી લાંબી સેવા બદલ મુખ્યમંત્રી એવોર્ડ મળ્યો હતો. તેઓ આ ઉપરાંત સામાજિક ક્ષેત્રે અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં હાટકેશ સેવા મંડળ, ગાંધીજીવન કેન્દ્ર, સંસ્કૃત પાઠશાળા, ગીતાજી કેન્દ્ર, ગુજરાતી ભાષા કેન્દ્ર, સિનિયર સિટીઝનની પ્રવૃત્તિ સંભાળી રહ્યા છે. ભૂતકાળમાં રકતદાન, પલ્સ પોલિયો,  આગ શમનની કામગીરીની નોંધ લેવાઇ છે. તેઓ પોલિટેકનિક સરકારી ઇજનેરી કોલેજમાં હેડ કલાર્ક તરીકે  નિવૃત્ત થઇ વિવિધ પ્રવૃત્તિ સંભાળી રહ્યા છે. તેમની આ સિદ્ધિ બદલ માજી સિવિલ ડિફેન્સ ઇન્સ્પેક્ટર હરેશભાઇ ઠાકર, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જગદીશભાઇ એ. મહેતા, માજી જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ અક્ષયભાઇ ઠક્કર, એડવોકેટ શંકરભાઇ એલ. સચદે, જ્ઞાતિના અગ્રણીઓ પરિમલભાઇ ધોળકિયા, અવિનાશભાઇ વૈદ્ય, પી.આર. વ્યાસ, ઇસ્માઇલ જુણેજા, નવીનભાઇ ઠક્કરે શુભેચ્છા આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer