ગજવાણી ખેલ મહોત્સવમાં એલ.ડી. રબારી સ્કૂલ વિજેતા

ગજવાણી ખેલ મહોત્સવમાં એલ.ડી. રબારી સ્કૂલ વિજેતા
ગાંધીધામ, તા. 21 : એસ.આર.સી.ના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર સ્વ. દાદી નિર્મલા ગજવાણીની સ્મૃતિમાં ગજવાણી  સ્કૂલ-કોલેજીસ દ્વારા આયોજિત ખેલ મહોત્સવમાં એલ. ડી. રબારી સ્કૂલ ચેમ્પિયન બની હતી, જ્યારે અદિપુરની એક્સલસીયર મોડેલ સ્કૂ‰લ ઉપવિજેતા બની હતી. કચ્છમિત્રના સહયોગથી બાળકોમાં રમત-ગમત પ્રત્યે રુચિ કેળવાય તે હતુથી સતત ત્રણ વર્ષથી ખેલ મહોત્સવ યોજાય છે. ત્રીજા વર્ષે 60 જેટલી શાળા એક જ છત્રછાયામાં જોડાઈ હતી.એચ. આર. ગજવાણી બી. એડ્. કોલેજના પરિસરમાં યોજાયેલા સમાપન અને ઈનામ વિતરણ સમારોહનો મહેમાનોના હસ્તે દીપપ્રાગ્ટય કરી આરંભ કરાયો હતો. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ જૈન, ગાંધીધામ કોલેજીએટ બોર્ડના વહીવટી અધિકારી પ્રો. વેન્કટેશ્વરલુએ પ્રાસંગિક વકતવ્યમાં દાદી ગજવાણીના કાર્યોને યાદ કરી વિજેતા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. આ રમતોત્સવ અંતર્ગત રસ્સાખેંચ સ્પર્ધામાં અંડર 15 ભાઈઓમાં એલ. ડી. રબારી પ્રથમ, આદર્શ મહાવિદ્યાલય બીજા ક્રમે, બહેનોમાં આર. પી. પટેલ ગુજરાત વિદ્યાલય પ્રથમ, આત્મીય વિદ્યાપીઠ બીજા ક્રમે, અંડર 18 ભાઈઓમાં આદર્શ મહાવિદ્યાલય પ્રથમ, આર. પી. પટેલ દ્વિતીય ક્રમે, બહેનોમાં એલ. ડી. રબારી સ્કૂલ પ્રથમ, કેમ્બ્રીજ સ્કૂલ બીજા ક્રમે વિજેતા બની હતી. એથ્લેટીકસ સ્પર્ધામાં અંડર 15 અને 18 વયજૂથમાં 573 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ વિજેતાઓને ચંદ્રક એનાયત કરી પુરસ્કૃત કરાયા હતા. વોલીબોલ ટૂર્નામેન્ટમાં અંડર 15 ભાઈઓમાં એલ. ડી. રબારી સ્કૂલે પ્રથમ, સેવી ઈન્ટરનેશનલ સ્કૂલે બીજો, બહેનોમાં એક્સલસીયર મોડેલ સ્કૂલે પ્રથમ, આત્મીય વિદ્યાપીઠે બીજો ક્રમ, અંડર 18 ભાઈઓમાં એક્સલસીયર મોડેલ સ્કૂલે પ્રથમ, સેવી ઈન્ટરનેશનલે બીજો ક્રમ, બહેનોમાં એક્સલસીયર મોડેલ સ્કૂલે પ્રથમ અને ગુરુનાનક સ્કૂલે બીજો ક્રમ હાંસલ કર્યો હતો.ઈન્લાઈન અને ક્વોડ સ્કેટિંગ સ્પર્ધામાં 4 વર્ષથી 18 વર્ષની વયના 174 ખેલાડીએ ભાગ  લીધો હતો. પ્રથમ ત્રણ વિજેતાને ચંદ્રક એનાયત કરાયા હતા. બાસ્કેટબોલ સ્પર્ધામાં અંડર 15 ભાઈઓમાં સરસ્વતી વિદ્યાલય અંજાર, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે, બહેનોમાં ડી.એ.વી. પબ્લિક સ્કૂલ અને અમરચંદ સિંઘવી સ્કૂલ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમે, અંડર 18 ભાઈઓમાં માઉન્ટકાર્મેલ પ્રથમ, બહેનોમાં અમરચંદ સિંઘવી સ્કૂલ અને કાકુભાઈ પરીખ સ્કૂલ અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે વિજેતા બની હતી.જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં 173 ખેલાડીએ ભાગ લીધો હતો. વિજેતાઓને ચંદ્રક અને પ્રમાણપત્ર આપી પુરસ્કૃત કરાયા હતા. યોગાની સ્પર્ધામાં 6 વર્ષથી 60 વર્ષના લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ વેળાએ યોગગુરુ વચ્ચે પણ સ્પર્ધા યોજાઈ હતી. ફૂટબોલ ટૂર્નામેન્ટમાં અંડર 15 ભાઈઓમાં આત્મીય વિદ્યાપીઠ સ્કૂલની ટીમ પ્રથમ, મૈત્રી મહાવિદ્યાલયની ટીમ બીજા ક્રમે, બહેનોમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની ટીમ પ્રથમ, મોડર્ન સ્કૂલની ટીમ બીજા ક્રમે, અંડર 18 ભાઈઓમાં લર્નસ એકેડમી સ્કૂલ પ્રથમ, મૈત્રી મહાવિદ્યાલય સ્કૂલ બીજા ક્રમે, બહેનોમાં વેલ્સપન વિદ્યામંદિર સ્કૂલ પ્રથમ અને મોડર્ન સ્કૂલની ટીમ બીજા ક્રમે વિજેતા બની હતી.  આ સ્પર્ધામાં 348 સુવર્ણ ચંદ્રક, 348 રજત ચંદ્રક, 148 કાંસ્ય ચંદ્રક અને 40 ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ વેળાએ મનોજ  મનસુખાની, શ્રીમતી મનસુખાની, ભરત ધોકાઈ, નરેશ બુલચંદાની, લલિત વિધાની, મોતી ગુરનાની, અશોક દરિયાણી, શ્રીચંદ તલરેજા, ડો. અશોક શ્રીવાસ્તવ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના આચાર્ય જોબી જોસેફ હાજર રહ્યા હતા. કચ્છ ડિસ્ટ્રીક સમાજ કલ્યાણ મંડળના ટ્રસ્ટી સુરેશ નિહાલાણી, રાજુ ચંદનાની અને જયકિશન હેમનાનીએ મહેમાનોને આવકાર્યા હતા. ગજવાણી સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતે. આયોજનમાં તુલના શર્મા, ક્રિષ્નાકુમારી, નિધિ શર્મા, સુભાલક્ષ્મી તેમજ અન્ય સ્ટાફ સહયોગી બન્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer