સંઘના સભ્યો રાષ્ટ્રસેવામાં સમર્પિત રહે

સંઘના સભ્યો રાષ્ટ્રસેવામાં સમર્પિત રહે
વિથોણ (તા. નખત્રાણા), તા. 21 : વિથોણના પાટીદાર સમાજવાડીના વિશાળ પટાંગણમાં પ.ક. જિલ્લાનું એકત્રીકરણના ઉદેશય સાથે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલીપ રાજા કાપડીએ સંઘભાવનાને બિરદાવતા જણાવ્યું કે, સંઘ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંઘના સેવકો રાષ્ટ્રભક્તિને સમર્પિત છે. પૂ. દાદાએ સંઘની સંઘદર્શન સંગમને બિરદાવી હતી. આ કાર્યક્રમ પ્રસંગે સુરેશ બાપુ (રામ મંદિર-વિરાણી), મહેશભાઈ જીવાણી (સૌરાષ્ટ્ર સંઘ પ્રાંત પ્રચારક), જયંતીભાઈ નાથાણી (કચ્છ વિભાગના મા. કાર્યવાહક), નવીનભાઈ વ્યાસ (વિભાગના મા. સંઘચાલક), હિંમતસિંહ વાસણ (પ.ક. મા. સંચાલક), ધનજીભાઈ ગોરસિયા (પ.કચ્છ જિ. કાર્યવાહક), વાલજીભાઈ લીંબાણી, અશોકભાઈ રંગાણી, દિનેશભાઈ રૂડાણી, રમણભાઈ અને રતિલાલભાઈ વગેરે કાર્યકરો આયોજનને સફળ બનાવવા સેવા સમર્પિત રહ્યા હતા.સંઘના આ એકત્રીકરણ કાર્યક્રમમાં વિથોણ ઉપરાંત આણંદપર, પલીવાડ અને થરાવડાના સંઘના સ્વયંસેવકોએ આયોજન સંભાળ્યું હતું. વિથોણ બાળ શાખાના બાળકોએ સહયોગ આપ્યો હતો. વિથોણ ગામની બહેનોએ પણ યોગદાન આપ્યું હતું. સંઘના કાર્યકરોએ ધ્વનિ નાદે ગામમાં પ્રભાતફેરી કરી હતી. જ્યારે ઉપસ્થિત પ્રચારકોએ સંઘ શું કરે છે અને સંઘની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓ કેવી છે તેનાથી અવગત કરવામાં આવ્યા હતા. ગામના દરેક યુવાનોની સેવા બિરદાવાઈ હતી. મંડપ અને સાઉન્ડ સર્વિસને સેવાની નોંધ લીધી હતી. સંચાલન ધનજીભાઈ ગોરસિયાએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer