ભુજમાં કૌશલ્ય વિકાસના સેમિનારમાં તજજ્ઞ દ્વારા વિવિધ બાબત સમજાવાઇ

ભુજમાં કૌશલ્ય વિકાસના સેમિનારમાં તજજ્ઞ દ્વારા વિવિધ બાબત સમજાવાઇ
ભુજ, તા. 21 : અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અદાણી સક્ષમ પ્રોજેકટ શીર્ષક હેઠળ સ્કિલ બેઇઝ્ડ કોર્સ કરાવે છે. જેમાં જનરલ ડયુટી આસિસ્ટન્ટ (નર્સિંગ આસિસ્ટન્ટ), ટેલી, સ્પોકન ઇંગ્લિશ, એડવાન્સ એક્સેલ તથા ડિજિટલ લિટરસી (કોમ્પ્યુટર)ના કોર્સની તાલીમ આપવામાં આવે છે. આજના સમયમાં લોકોને રોજગારી નથી મળતી અથવા તો કૌશલ્યનું જ્ઞાન ન હોવાને લીધે પૂરતું વળતર મળતું નથી. લોકોમાં કૌશલ્યનો વિકાસ થાય અને તેમને આજીવિકા મેળવવામાં મદદ મળી રહે તે માટે નિ:શુલ્ક અને રાહતદરે વિવિધ તાલીમ કોર્સ શીખવાડવામાં આવે છે.સેન્ટરમાં કોર્સની સાથેસાથે વિવિધ નાના-મોટા સેમિનાર કે ગેસ્ટ લેકચરનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આવો જ સેમિનાર ભુજ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં ગોઠવવામાં આવ્યા હતા. જેનો હેતુ વિદ્યાર્થીઓમાં જી.એસ.ટી. વિશેની પાયાની માહિતીની સાથે આજના જમાનામાં એક સમાન કરવેરાના દરની જરૂરિયાતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. જી.એસ.ટી.નું ઓનલાઇન રજિસ્ટ્રેશન કેમ કરવું અને ઓનલાઇન જી.એસ.ટી. ગણતરીનો લાઇવ ડેમો પણ અપાયો હતો.નિષ્ણાત કેતન પવાણીએ માર્ગદર્શન પૂરું પાડયું હતું, જેઓ સંસ્કાર મેનેજમેન્ટ કોલેજના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. સેમિનારનું આયોજન પૂર્વીબેન ગોસ્વામીએ કર્યું હતું. આભારવિધિ સેન્ટર હેડ સાગર કોટક દ્વારા કરાઈ હતી. કેતનભાઇના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વ્યવસ્થા માટે અસ્મિતા જેઠી, રાય નૂતન, નીરવ લેઉવા, કિન્નરી ઉમરાણિયાનો સહયોગ રહ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer