શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ પરાસ્ત

મેલબોર્ન, તા. 21 : ઓસ્ટ્રેલિયા ઓપનમાં આજે 2008ની ચેમ્પિયન રશિયાની ખેલાડી મારિયા શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. તેને વાઇલ્ડ કાર્ડથી ટૂર્નામેન્ટમાં એન્ટ્રી મળી હતી. શારાપોવાને  ક્રોએશિયાની ડોના વેકિચે 6-3, 6-4થી હાર આપી હતી. 32 શારાપોવા ડબલ્યુટીએ રેન્કિંગમાં 145માં સ્થાને છે. બીજી મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 સ્પેનના રાફેલ નાદાલે જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. તેણે બોલીવિયાના હુગો ડેલિયનને 6-2, 6-3, 6-0થી હરાવ્યો હતો.મેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં સ્ટેન વાવરિકા, રશિયાની કરેન ખાચાનોવા, ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમ અને ક્રોએશિયાના મારિન સિલિચે જીત મેળવી હતી. 2014ના ચેમ્પિયન વાવરિકાએ દમિર જુમહૂરને 7-5, 6-7 (4), 6-4, 6-4થી હાર આપી હતી. ખાચાનોવે સ્પેનના મારિયો વિલેલા માર્ટિનેજને 4-6, 6-4, 7-6 (4), 6-3થી હરાવ્યો હતો. થિએમે ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-3, 7-5, 6-2થી હરાવ્યો. સિલિચે ફ્રાન્સના કોરેટિન માઉંતેને 6-3, 6-2, 6-4થી હાર આપી હતી.મહિલા વિભાગમાં વર્લ્ડ નંબર 2 ઝેક રિપબ્લિકની કેરોલિના પ્લિસકોવાએ પહેલા રાઉન્ડમાં જીત મેળવી છે. તેણે ફ્રાન્સના ક્રિસ્ટિના મલાડેનોવિચને 6-1, 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્લિસકોવા હજુ એકપણ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ જીતી નથી. તે 2016માં યુએસ ઓપન ફાઇનલમાં જર્મનીની એંજેલિક કર્બર સામે હારી હતી.ભારતનો ખેલાડી પ્રજનેશ ગુણેશ્વર ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગયો છે. આથી તેણે નોવાક જોકોવિચ સામે બીજા રાઉન્ડમાં રમવાનો મોકો ગુમાવી દીધો છે. દુનિયાના 122મા નંબરના ખેલાડી પ્રજનેશ પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડી તત્સુમા ઇતો સામે 4-6, 2-6 અને 5-7થી હારી ગયો હતો. હવે આ જાપાની ખેલાડી બીજા રાઉન્ડમાં જોકોવિચ સામે ટકરાશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer