સરકારની ખેલ સમિતિમાંથી સચિન અને આનંદ બહાર

નવી દિલ્હી, તા. 21 : દિગ્ગજ ક્રિકેટર અને શતરંજના બાદશાહ વિશ્વનાથન આનંદ કેન્દ્ર સરકારની ખેલ સાથે જોડાયેલી એક સમિતિની બહાર થઇ ગયા છે. મોદી સરકારે આ બન્ને દિગ્ગજોને ડિસેમ્બર-201પમાં રચાયેલી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ સ્પોટર્સમાંથી બહાર કરી દીધા છે. દેશના ખેલ વિકાસ માટે સરકારને સલાહ આપવા માટે આ સમિતિ ગઠિત કરવામાં આવી હતી. નવા સભ્યો તરીકે ક્રિકેટર હરભજન સિંઘ અને કે. શ્રીકાંતને જગ્યા આપવામાં આવી છે. સચિન-આનંદ ઉપરાંત બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ અને પૂર્વ ફૂટબોલ કેપ્ટન ભાઇચંગ ભૂટિયાને પણ સમિતિમાંથી બહાર કરાયા છે. રિપોર્ટ અનુસાર સચિન અને આનંદ સમિતિની બેઠકમાં હાજર રહેતા ન હતા. આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે ગોપીચંદ ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer