અંજારના પૂર્વ નગરપતિની અર્ધ પ્ર્રતિમાનું 26મીએ અનાવરણ

અંજાર, તા. 21 :શહેરના વિકાસમાંપાયાનું યોગદાન આપનારા રુસતમજી ડાંગોરની અર્ધ કદની પ્રતિમાનું 26 જાન્યુઆરીના અનાવરણ કરવામાં આવશે. આ પ્રતિમાનું સ્થાપન બગીચા પાસે કરવામાં આવનાર છે. સદ્ગત રૂસ્તમજી ડાંગોરે યુવક ગ્રુપની નેજા હેઠળ 17 વર્ષ સુધી શહેરની શાસન ધુરા સંભાળી હતી. તત્કાલીન ઉપ નગરપતિ  અમૃતલાલ હિરજી પંડયા, યુવક મંડળના પ્રમુખ ચંપકલાલ શાહ, ચીફ ઓફિસર પી.આર નાયકના સંકલનમાં રહી શહરીજનો માટે ઘરો ઘર પાણી, ગટરલાઇન તેમજ સરકારની યોજનામાંથી સી.સી. રોડ, રોડ  લાઇટ, બગીચાના આધુનિકીકરણ, ટાઉનહોલ, સ્ટેડિયમ સહિતના કરેલા કાર્યો નગરજનો આજે પણ યાદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રૂસ્તમજી ડાંગોરનું આજથી 25 વર્ષ પહેલાં અવસાન થયું હતું. આટલો લાંબો સમય વીતી ગયા બાદ આખરે શહેરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કરી તેનો અમલ કરાઇ રહ્યો છે તે ગૌરવની બાબત ગણાય તેવો સૂર નગરજનોએ વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer