જિલ્લાની છ ગ્રા.પં.ના વોર્ડ સભ્યોનાં પરિણામ જાહેર

ભુજ, તા. 21 : જિલ્લાની 9 ગ્રામ પંચાયતની ગત રવિવારે યોજાયેલી પેટાચૂંટણીની આજે થયેલી મતગણતરીમાં સરપંચ અને વોર્ડ સભ્યોને વિજેતા જાહેર કરાયા હતા. જિલ્લા ચૂંટણી શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના માધાપર નવાવાસના વોર્ડ નં. 15માં વિનોદ માવજી પિંડોરિયાએ 291  મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે તેમના હરીફ નાનજી ખીમજી વાગડિયાને 123 મત મળ્યા હતા. તેમજ નોટામાં 4 મત પડયા હતા.કલ્યાણપરમાં વોર્ડ નં. 6ની પેટાચૂંટણીમાં પ્રવીણભાઇ શંભુભાઇ કોલીએ 53 મત મેળવ્યા હતા, જ્યારે તેમના હરીફ ખીમજીભાઇ રણમલ આહીરને 46 મત મળતાં તેમનો પરાજ્ય થયો હતો. અહીં 3 મત નોટામાં નોંધાયા હતા, જ્યારે કુકમા ગામે પણ વોર્ડ નં. 6ની ચૂંટણી યોજાઇ હતી, જેમાં વિજેતા ઉમેદવાર અમૃતલાલ બેચરલાલ વણકરે 217 મત મેળવ્યા હતા. જ્યારે તેમની સામેના હરીફ ઉમેદવાર મેઘજી હીરજી મહેશ્વરીને 157 મત મળ્યા હતા. તો 6 મત નોટામાં પડયા હતા. તેવી જ રીતે દેશલપર ગામે વોર્ડ નં. 6માં લીલાબેન નરસિંહ ભગતે માત્ર 60 મત મેળવ્યા હતા. જ્યારે તેમની સામેના વિજેતા ઉમેદવાર હરેશ ખીમજી માવાણીએ 104 મત મેળવ્યા હતા. અહીં 3 મત નોટામાં નોંધાયા હતા. હાજાપર ગામે વોર્ડ નં. 4માં નોંધાયેલા 100 મતમાંથી વિજેતા નામોરી કાનજી મહેશ્વરીએ 68, હરીફ પરેશ મગનભાઇ મહેશ્વરીને 28 અને 4 નેટા મેળવ્યા હતા. ભચાઉ તાલુકાના વોંધ ગામે વોર્ડ નં. 11માં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં કુલ્લ 267 મતમાંથી વિજેતા બનેલા મહેશકુમાર ભીખાલાલ બાયડે 134, અરવિંદ કેશાભાઇ વાઘેલા 92 અને ત્રીજા ઉમેદવાર હરિભાઇ જેસા વાણિયાએ 36 મત મેળવ્યા હતા. અને પાંચ મત નોટામાં નોંધાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer