વ્યાજે લીધેલા નાણાંના તણાવ થકી કુકમાના શખ્સે વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી

ભુજ, તા. 21 : જુદીજુદી વ્યકિતઓ પાસેથી વ્યાજે લીધેલા નાણાંની ચિંતામાં તાલુકાના કુકમા ગામના 40 વર્ષની વયના જયેશ પરસોતમ ભાટિયાએ વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.  પોલીસે આ બાબતે આપેલી માહિતી મુજબ તાલુકામાં માધાપર અને કુકમા વચ્ચે જયોતિ પાર્ક વિસ્તારમાં ગઇકાલે મોડીસાંજે આ ઘટના બની હતી. તણાવમાં આવીને પથરીના દુ:ખાવાની પાંચેક ગોળીઓ ખાઇ જનારા ભોગ બનનારને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. ભુજ બી. ડિવિઝન પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer