ભીમાસર ફાટક પાસે ટ્રકમાં લાગી આગ

ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાના ભીમાસર ફાટક નજીક ટ્રક વીજ થાંભલામાં અડી જતાં શોર્ટ-સર્કિટથી આ ટ્રકમાં આગ લાગી હતી. આગના આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. મધ્યપ્રદેશમાં રહેનારો  જાબીર વાહીર અલી (મુસ્લિમ) નામનો ચાલક ટ્રક નંબર એમપી. 09-એચએચ- 2663માં કપાસની ગાંસડીઓ ભરી વેલસ્પન કંપનીમાં આવી રહ્યો હતો. દરમ્યાન ભીમાસર ગામના રેલવે ફાટક પાસે સામેથી અન્ય ટ્રક આવતાં તેનાથી બચવા આ ચાલકે પોતાનું વાહન બાજુએ લીધું હતું, જેમાં આ ટ્રક વીજ થાંભલામાં અડી જતાં શોર્ટ સર્કિટના કારણે ટ્રકમાં આગ લાગી હતી અને ગાંસડીઓ સહિત ટ્રક સળગીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાની ન થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer