મંગળવારે કચ્છ યુનિ.માં સાહિત્ય સંગીતના કાર્યક્રમનો સુભગ સમન્વય

મંગળવારે કચ્છ યુનિ.માં સાહિત્ય  સંગીતના કાર્યક્રમનો સુભગ સમન્વય
ભુજ, તા. 18 : ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે મંગળવારે સાહિત્ય અને સંગીતનો સુભગ સમન્વય કરતા બે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવાર સવારે 11 વાગ્યે વકીલ પ્રેમજી રાઘવજી ચેરિટેબલ ટ્રસ્ટ વ્યાખ્યામાળા અંતર્ગત વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રથમ યુગના કવિશ્વર દલપતરામ વિષય પર ડો. રમણ સોની વ્યાખ્યાન આપશે. અતિથિ વિશેષ પદે ડો. ધીરેન્દ્ર મહેતા ઉપસ્થિત રહેશે. બપોરે સાડા ત્રણ વાગ્યે છાત્રોની સંગીત પ્રીતિને સંકોરવાના ઉદેશથી સદભાવ એજ્યુકેશન ટ્રસ્ટ, ભચાઉ પ્રેરિત પંડિત વિનાયક નાનાલાલ વોરા સંગીત વિદ્યાપીઠ અંતર્ગત સુગમ સંગીત હળવું કંઠય સંગીત સ્પર્ધા યોજાશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ મેઘજી શાહ હાજર રહેશે. જાણીતા ગાયિકા કાજલબેન છાયા દ્વારા વિશેષ પ્રસ્તુતિ કરાશે. બન્ને કાર્યક્રમમાં સાહિત્ય-સંગીતરસિકોને ઉપસ્થિત રહેવા યુનિના ઇન્ચાર્જ કુલ સચિવ ડો. તેજલ શેઠે નિમંત્રણ પાઠવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer