દાદી ગજવાણી ખેલ મહોત્સવનો આજે સમાપન સમારોહ યોજાશે

ગાંધીધામ, તા. 18 : એસ.આર.સી.ના પૂર્વ ચેરપર્સન દાદી નિર્મલા ગજવાણીની સ્મૃતિમાં ગજવાણી સ્કૂલ-કોલેજીસ દ્વારા આયોજિત ખેલ મહોત્સવનું આવતીકાલે સમાપન કરાશે. મીડિયા પાર્ટનર `કચ્છમિત્ર'ના સહયોગથી આયોજિત દાદી ગજવાણી ખેલ મહોત્સવનો ગત તા. 28મી ડિસેમ્બરના મેરેથોન દોડથી આરંભ કરાયો હતો. આ સતત એક મહિના સુધી વિવિધ 10 જેટલી રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીધામ સંકુલની શાળાના વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. આવતીકાલે રવિવારે એચ.આર. ગજવાણી બી.એડ. કોલેજ ખાતે ખેલ મહોત્સવનો સમાપન અને ઈનામ વિતરણ સમારોહ યોજાશે. સાંજે 5.30 વાગ્યે યોજાનારા સમાપન સમારોહમાં ગાંધીધામ કોલેજિએટ બોર્ડના પ્રમુખ અંજના હજારે, રીશી શિપિંગના મનોજ મનસુખાની, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ જૈન, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડે. તેજલ શેઠ વિગેરે ઉપસ્થિત રહેશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer