ભુજમાં મોંઘા શરાબ સાથે શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 13 : ભુજમાં લાલટેકરી વાટિકા કોમ્પ્લેક્સ નજીક એક ગલીમાં પોલીસે એક શખ્સ પાસેથી રૂા. 2000નો અંગ્રેજી શરાબ જપ્ત કર્યો હતો. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે હાર્દિક ઉમેદ ગોસ્વામી  નામના શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ લાલટેકરી વાટિકા કોમ્પ્લેક્સની બાજુવાળી ગલીમાં એકિટવા નંબર જી.જે. 12 એ.જી. 1488 લઇને ઊભો હતો ત્યારે  પોલીસ ત્રાટકી હતી અને વાહનની ડેકીમાંથી 100 પાઇપર્સ સ્કોચની 1 બોટલ તથા ટીચર્સ હાઇલેન્ડની 1 બોટલ એમ કુલ રૂા. 2000નો અંગ્રેજી શરાબ જપ્ત કર્યો હતો. માત્ર સંરક્ષણ સેવાઓ માટેની આ બોટલ આ શખ્સ પાસે કેવી રીતે આવી ? તેણે આ દારૂ ક્યાંથી મેળવ્યો હતો અને મોંઘા પ્રકારનો આ શરાબ કોને આપવાનો હતો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer