ગળપાદરમાં બાળકોને ગરમ ટોપી - બહેનોને સાડીનું વિતરણ

ગળપાદરમાં બાળકોને ગરમ ટોપી - બહેનોને સાડીનું વિતરણ
ગાંધીધામ, તા. 12 : વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા માનવતા ગ્રુપ દ્વારા ગળપાદરમાં જરૂરતમંદ બહેનોને સાડી વિતરણ કરાઈ હતી. મુંબઈના સેવાભાવી નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કર (થાણાવાળા)ના ધર્મપત્ની ધનલક્ષ્મીબેન ઠક્કરની સ્મૃતિમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં જરૂરતમંદોને મદદ કરાઈ રહી છે. આ અંતર્ગત  ગળપાદરની ગાયત્રી સેસાયટીમાં જરૂરતમંદ બહેનોને સાડીઓ અને નાના બાળકોને શિયાળાની ઠંડીમાં રાહત અર્થે ગરમ ટોપીઓનું વિતરણ કરાયું હતું.ગાંધીધામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં અતિ જરૂરતમંદોને શોધી મદદ કરવા નાનજીભાઈ ઠક્કર થાણાવાળાએ ગ્રુપને જણાવ્યું હતું. કાર્યક્રમમાં પ્રમુખ ગોવિંદ દનિચા, રીનાબેન ગજ્જર, મોનીલભાઈ ગજ્જર, અંકિતાબેન ગજ્જર, કાજલબેન ગજ્જર, રાજેશભાઈ ભાનુશાલી વગેરેએ સહકાર આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer