સરહદી કચ્છમાં ખાનગી સલામતી એજન્સીઓ રાષ્ટ્ર માટે ઉપયોગી બને

સરહદી કચ્છમાં ખાનગી સલામતી એજન્સીઓ રાષ્ટ્ર માટે ઉપયોગી બને
ગઢશીશા (તા. માંડવી), તા. 12 : પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા જે. એન. પંચાલ (નાયબ પોલીસ અધીક્ષક ભુજ વિભાગ)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આર.ડી. ગોજિયા (પોલીસ ઇન્સ્પેક્ટર ગઢશીશા) ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે ખાનગી સિક્યુરિટી એજન્સીની બેઠક યોજી હતી. કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય જમીન અને દરિયાઇ સરહદથી જોડાયેલો છે. જેથી રાષ્ટ્રની સુરક્ષા માટે ખાનગી સિક્યુરિટી એજન્સીઓ રાષ્ટ્ર અને પોલીસને કઇ રીતે મદદગાર થઇ શકે તે અંગે માર્ગદર્શન આપવા ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવલી ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર સાથે આ બેઠક યોજાઇ હતી. તમામ કંપનીના આઉટ-ઇન ગેટ પાસે 24 કલાક સીસીટીવી કેમેરા કાર્યરત રહે તે રીતે વ્યવસ્થા રાખવી તેમજ વિઝિટ બુક અને નોકરી રજિસ્ટર નિભાવવું અને ફરજ દરમ્યાન સુપરવાઇઝર/ગાર્ડ સંપૂર્ણ યુનિફોર્મમાં રાખવા. રાજ્ય બહારના માણસોને નોકરી ઉપર રાખો તે પહેલાં તેના સંપૂર્ણ બાયોડેટા મેળવી પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવવી. કંપની વિસ્તાર કે અન્ય કોઇપણ જગ્યાએ કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવેથી તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનથી પોલીસ સ્ટેશનના ટેલિફોન તથા થાણા ઇન્ચાર્જના/બીટ આઉટ પોસ્ટના જમાદારના મોબાઇલ ઉપર જાણ કરવી તેમજ કોઇ અજાણ્યા ઇસમો કંપની કે આજુબાજુ વિસ્તારમાં જોવા મળેથી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી તેવું માર્ગદર્શન બેઠકમાં અપાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer