આગામી માસે પટેલ ચોવીસીમાં પ્રથમ વખત અતિરુદ્ર યાગનું આયોજન

આગામી માસે પટેલ ચોવીસીમાં પ્રથમ વખત અતિરુદ્ર યાગનું આયોજન
ભુજ, તા. 12 : સર્વજન હિતાય-સર્વજન સુખાયના સંકલ્પથી યોજાનારા અતિરુદ્ર યાગ માટે યજ્ઞશાળા માટેનું ભૂમિપૂજન કરી વિજય સ્તંભારોપણ કરાયું હતું. ભુજ તા.ના નારાણપર  ગામે જાગનાથ મહાદેવ મંદિરના 30મા પાટોત્સવ નિમિતે આગામી મહા મહિને તા. 14-2થી 20-2 સુધી પટેલ ચોવીસીમાં પ્રથમ વખત અતિરુદ્ર યાગ થવા જઇ રહ્યો છે જેના અંતર્ગત તાજેતરમાં ભૂમિપૂજન કરી વિજય પતાકા લહેરાવાઇ હતી. અતિરુદ્ર યાગમાં યજ્ઞશાળા સાત સ્ટેપમાં વાંસની બનાવાશે જે પ્રાચીન પરંપરા મુજબની હશે. કચ્છ-સૌરાષ્ટ્ર ઉપરાંત વિવિધ પ્રદેશોના 90થી વધારે ભૂદેવો આ યાગ વૈદિક પદ્ધતિથી પૂર્ણ કરાવશે. જેમાં પચ્ચીસ લાખથી વધુ જવ-તલ-ઘીની આહુતિ અપાશે. વિજય સ્તંભના પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા સોનાના હળથી ભૂમિ ખેડી પૂજન કરાયું હતું. આચાર્ય શાત્રી જયદીપભાઇ વ્યાસે (ભુજ) પૂજન કરાવ્યું હતું જાગનાથ મહાદેવ મંદિરના શિવભક્તોએ પૂજન કરાવ્યું હતું તેમજ ભાઇઓ-બહેનો, ગ્રામજનો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer