કટારિયા પાસે અજ્ઞાત યુવાન મૃત મળી આવ્યો

ગાંધીધામ, તા. 12 : ભચાઉ તાલુકાના કટારિયા પાસે અજ્ઞાત યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ અકસ્માત મોતનો આ બનાવ ગત તા. 11 ના સવારે 9 વાગ્યા  પૂર્વે કોઈ પણ સમયે બન્યો હતો. કટારિયા રેલવે ફાટક પાસે આવેલા નાળામાં અંદાજે 30થી 35 વર્ષની વયનો અજ્ઞાત યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુવાનની ઓળખ માટે તપાસનાં ચક્રો ગતિમાન કરાયાં છે. લાકડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer