ભુજમાં ત્રણ અજાણ્યા શખ્સોએ મહિલાની એક્ટિવામાં આગ ચાંપી દીધી

ભુજ, તા. 12 : ભુજના સેવન સ્કાય થિયેટર નજીક શિવધારા સોસાયટીમાં એક મકાન પાસે રહેલા એક્ટિવાને ત્રણ શખ્સોએ આગ લગાવી હતી. ભુજની શિવધારા સોસાયટી મકાન નંબર 524માં રહેતા જ્યોતિબેન વિશાલગર ગોસ્વામીએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 8/12ના રાત્રે તેઓ પરિવાર સાથે સૂતા હતા ત્યારે તેમની એક્ટિવા નંબર જી.જે. 12-સી.એન. 5404માં અચાનક આગ લાગી હતી. જેના ઉપર પાણીનો મારો ચલાવાયો હતો પરંતુ ત્યાં સુધીમાં આ વાહન ખાખ થઇ ગયું હતું. જે-તે વખતે આગ અકસ્માતે લાગી હોવાનો અંદાજ લગાવાયો હતો પરંતુ તેમના ઘરની સામે રહેલા સી.સી.ટી.વી. ફૂટેજ તપાસ કરતાં મોપેડ ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની આ ગાડીમાં આગ લગાવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer