18 વર્ષની યુવતીના પેટમાંથી પોણા ચાર કિલોની અંડાશયની ગાંઠ દૂર કરાઇ

ભુજ, તા. 12 : જી.કે. જનરલ હોસ્પિટલમાં18 વર્ષની યુવતીના પેટમાંથી પોણા ચાર કિલોની ગાંઠ દૂર કરાઇ હતી. સંભવિત કેન્સરની અસર નિર્મૂળ કરવા અંડાશય ટયુબ, ગાંઠ અને અંડવાહિનીની પણ શત્રક્રિયા કરાઇ હતી. ધો. 12મા હોસ્ટેલ ખાતે રહી અભ્યાસ કરતી યુવતીના પેટમાં વિકસેલી પોણા ચાર કિલો વજનની ગાંઠ અંગે ત્રીરોગ વિભાગ આસી. પ્રો. અને ડો. ચાર્મી પવાણી અને થર્ડ ઇયર રેસી. ડો. ધ્વનિ મહેતાએ જણાવ્યું કે  પેટમાં દુ:ખાવો થતાં પેટ ફુંલતું લાગતાં જાણીતી હોસ્પિટલમાં ગાંઠ જણાઇ ત્યારે અમદાવાદ ખાતે ઓપરેશન કરાવી સારવાર લેવાની સલાહ અપાતાં કુટુંબીજનોએ જી.કે. જનરલનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ ચકાસણી કરતાં પેટની ગાંઠ પ્રથમ નજરે મોટી જણાતાં એમ.આર.આઈ. કર્યું. તો અંડાશય અને ફેલોપિયન ટયુબ સાથે જોડાયેલી હતી. ગાંઠની પ્રકૃતિ અને બંધારણ એવું હતું કે, કેન્સરની શક્યતા પણ હોઇ શકે તેથી તેના માર્કેર પણ નિર્ધારિત કરવામાં આવ્યા જો કે, તે વધુ જણાયા નહોતા. ઉપરાંત કેન્સરની શક્યતા ચકાસવા ઓમેન્ટેકટોમી કરી પેરિટોનિયલ પ્રવાહી લઇ જી.કે.ની પેથોલોજી લેબમાં સંભવિત કેન્સરની ચકાસણી માટે મોકલવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં રેસિ. ડો. કરિશ્મા ગાંધી, રેસી. ડો. પૂજા ઘોરી તથા એનેસ્થેટિક વિભાગના ડો. પૂજા કુમાકિયા અને ડો. જગદીશ મેર જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer