મીઠાના અગરો માટે મંજૂર થયેલી જમીનો કરતાં અનેકગણા વધુ વિસ્તારમાં કબ્જો ફેલાયો

મુંદરા, તા. 12 : સૂરજબારીથી છેક ભદ્રેશ્વર સુધી મીઠાના અગરો માટે મંજૂર થયેલી જમીનો કરતાં ચારથી છ ગણા વધુ વિસ્તારનો કબ્જો અને ઉપયોગ લીઝ ધારકો કરી રહ્યા છે. તો સંખ્યાબંધ મીઠાં ઉત્પાદનના એકમો એવા પણ છે જે નક્શામાં જ્યાં દર્શાવવામાં આવ્યા છે ત્યાં નથી, ને જ્યાં છે ત્યાં દર્શાવવામાં નથી આવ્યા. સાથે સાથે હજારો એકર ચરિયાણ કે ગૌચર જમીનનું દબાણ મીઠાં ઉત્પાદન કરતા એકમોએ કર્યું હોવાની ફરિયાદો બહાર આવી છે. મુંદરા તાલુકાના કુકડસર ગામના સાજનભાઈ રબારીએ આપેલી માહિતી મુજબ કુકડસર ગામની ગૌચર જમીનો ખોટી માપણી સીટોના આધારે દરિયાઈ વિસ્તારની સર્વે ન થયેલી જમીનો બતાવીને મીઠાંના કારખાનાઓ માટે આપી દેવામાં આવી છે. ગામના ટાવર્સના સર્વે નં. 211 પૈકીની જમીનો બતાવાઈ અને ગૌચરના બ્લોક સર્વે નં. 252માં ખોટી રીતે ગૌચરમાં કબ્જો ધરાવે છે. માત્ર આ એક જ ઉદાહરણની જમીન 40થી પ0 એકર છે. જે ગૂગલ મેપમાં જોઈ શકાય છે. અન્ય એક કિસ્સામાં પબા મેગા પરાધીને 10?એકર જમીન 1998ના હુકથી મંજૂર કરવામાં આવી હતી. જેની મુદત પૂરી થતાં પોતે લીઝ રીન્યૂ કરાવવા માગતા નથી તેવું જણાવી જમીન ઉપરથી હક્ક ઉઠાવી લેવાયા હતા. ગામની અન્ય વ્યક્તિએ આ જમીનની માગણી કરતાં 2008-09માં એ જમીન મજૂર કરવામાં આવી હતી. આ લીઝ 2018માં પૂરી થતાં તેના રીન્યૂ કરવાની કાર્યવાહી કરતા તેની માપણી ડી.આઈ.એલ.આર. દ્વારા કરવામાં આવી અને તંત્રે અભિપ્રાયમાં જણાવ્યું કે આ જમીન ગૌચર જમીન પૈકીની થાય છે. કલેકટર કચેરીને અરજદારના બતાવ્યા મુજબ માપણી કરવા જણાયું હતું. જેથી ડી.આઈ.એલ.આર. દ્વારા અરજદારના બતાવ્યા મુજબ જમીનની માપણી કરતા તે વિસ્તાર કુકડસરના લાગુ દરિયાઈ વિસ્તારની અનસર્વે પૈકીની જમીન છે તેવો અભિપ્રાય આપ્યો હતો. આમ મૂળ મંજૂર થયેલી જમીન ગૌચરની હોવાથી રીન્યૂ માટે અન્ય વિસ્તાર બતાવીને માપવામાં આવી હતી અને વાસ્તવમાં મીઠાંનું કારખાનું ગામ કુકડસરની હદ વિસ્તારથી ઉતારે સ.નં. 252 ગૌચર વિસ્તારમાં આપેલું છે. ગ્રા.પં. ગૌચરનું દબાણ ખાલી કરીને લીઝ રીન્યૂ ન કરવાનું કલેકટરને જણાવ્યું હતું. જેના અનુસંધાને કલેકટર કચેરીએ આ વિસંગતતાની ચોખવટ કરવા ડી. આઈ. એલ. આર.ને રૂબરૂ બોલાવી રેકર્ડ પર કોઈ સ્પષ્ટતા કર્યા?વિના જ લીઝ રીન્યૂ કરી આપી હતી. વાસ્તવમાં જ્યાં મીઠાનું ઉત્પાદન થઈ રહ્યું છે એ જમીન છ એકરના બદલે પ0?એકર જેટલી જમીન દબાણ કરવામાં આવી છે. આ જમીન ગામની હદના પથ્થર એલ. 2પ6ની ઊત્તરે છે જ્યારે રીન્યૂ થયેલ હુકમ મુજબ બનાવેલી માપણીસીટમાં બતાવેલી જમીન ગામની હદથી દક્ષ્ાિણે દરિયાઈ વિસ્તારની અજન સર્વે જમીન એસ. 2પપ અને એલ. 2પ6ની દક્ષિણ બાજુની છે. લીઝ મૂળ જમીનની જ રીન્યૂ થઈ શકે પણ ત્યાં ગૌચર હોતાં રીન્યૂ ન થાય એટલે ખોટી રીતે અન્ય સ્થળ બતાવીને રીન્યૂનો હુકમ કરવામાં આવ્યો... માત્ર કુકડસર ગામના 1700 એકર ગૌચર પૈકી પ00 એકરમાં તો દબાણ છે. જ્યાં વગર મંજૂરીને અને વગર લીઝે  વર્ષોથી મીઠાનું ઉત્પાદન લેવામાં આવે છે. તેમણે તાજેતરમાં સમગ્ર જિલ્લાની લીઝ મંજૂર કરવાની અરજીઓ નાખી દેવામાં આવી છે. જો લીઝ કાયદેસરની અને વગર વાઉચરની કરાવવામાં આવે તો એકરે 10?એકરના વધીને લાખ રૂા.નો ખર્ચ અરજદારને આવે પણ અત્યારે વહીવટ 1 એકરના લાખ રૂા.નો ભાવ બોલાઈ રહ્યો છે.સૂરજબારી, જંગી, શિકારપુર, ચીરઈ, ખારી રોહર, કંડલા, તુણા, રામપર, ભારાપર, જોગણીનાર, વીરા, કુકડસર, ભદ્રેશ્વર અને જખૌમાં મીઠાનું ઉત્પાદન થાય છે. અન્ય મુદ્દો એ પણ ધ્યાને લેતાં સૂત્રો એમ જણાવે છે કે દરિયાનાં પાણીને ખુલ્લી, પહોળી અને લાંબી કેનાલો દ્વારા અગરો સુધી પહોંચતું કરવામાં આવે છે. કેનાલમાં જાનવર પડી જાય તો બહાર નિકળી ન શકે પરંતુ મોટી નુકસાની એ થાય છે કે ચણિયાર અને ગૌચર જમીનને તદ્દન બિનઉપજાઉ કરી નાખે છે. ક્ષારનું નિયંત્રણ નહીં પણ ક્ષારના આમંત્રણ બની જાય છે. જે સ્થિતિ કે હાલત કુકડસરની છે લગભગ એવી જ હાલત જિલ્લાના મીઠું પકવતાં વિસ્તારોની છે એમાના અગરોનું દબાણ જ અધધ છે. જિલ્લામાં લાખો એકરમાં ગૌચર અને ટાવર્સ પૈકીની જમીનમાં દબાણ થયું છે. વાસ્તવિક સ્થિતિ અને નક્શા વચ્ચે ક્યાંય મેળ ખાતો નથી. ગૂગલમેપ બધી પરિસ્થિતિને તુરંત છતી કરી દે છે. ખૂબ જ શાંતિથી ઝાઝો ડખો કર્યા?વગર મીઠાં ઉત્પાદકો સાથે તંત્ર ભળી ગયું છે તેવે આક્ષેપ પણ સૂત્રો કરી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer