આદિપુરમાં 16મીએ સિંધી રીતરિવાજ અંગે કાર્યક્રમ

ગાંધીધામ, તા. 12 : સિન્ધી સમાજના ભુલાતા જતા રીતરિવાજો અને પંરપરાઓને જાળવી રાખવા માટે ભારતીય સિન્ધુ સભા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય  છે. તે અંતર્ગત આગામી તા. 16 ડિસેમ્બરના `સિન્ધીયત જી જીર-મીર' શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું છે.આદિપુરમાં પ્રભુદર્શન ઓડિટોરીયમ ખાતે સાંજે 6.30 વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં ભારતભરમાંથી વિશેષ લોકો હાજર  રહેશે.  જેમા પ્રતિભાશાળી  લોકો સિન્ધી સમાજમાં પરંપરાગત રીતે ઊજવાતા પ્રસંગો-  રીતરિવાજોને ઓડિયો વીડિયો દ્વારા મંચ ઉપર રજૂ કરશે. જેથી સમાજમાં ભુલાતા જતા રિવાજો અને પરંપરાઓની જાણ યુવા પેઢીને થઈ શકે અને તેમાંથી પ્રેરણા લઈ શકે.આ વેળાએ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયા, રાષ્ટ્રીય સિન્ધી ભાષા વિકાસ પરિષદના વાઈસ ચેરમેન ઘનશ્યામ કુકરેજા, એસ.આર.સી.ના ચેરપર્સન  અરુણા જગત્યાણી, ભારતીય સિન્ધુ સભાના મહિલા વિભાગના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ડો. માયા કોડનાણી, રાષ્ટ્રીય સિન્ધી ભાષા વિકાસ પરિષદના સભ્ય અંજના હજારી, હાજર રહેશે, તેવું  હેલ્પેજ મિશન- આદિપુરના પ્રમુખ પ્રેમ લાલવાણી અને ભારતીય સિન્ધુ સભાના અધ્યક્ષ મુકેશ લખવાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer