21મીએ અંજાર બાર એસો.ની ચૂંટણી માટે ભારે ઉત્સાહ

અંજાર, તા. 12 : અંજાર બાર એસોસીએશનની 21 ડિસેમ્બરના યોજાનારી ચૂંટણી માટે વકીલ મંડળમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પ્રમુખ-સેક્રેટરી તેમજ મહિલા ઉપપ્રમુખ-સહમંત્રી માટે થનાર મતદાન માટે પ્રચાર જોશભેર ચાલુ છે.  આ યોજાનારી ચૂંટણી માટે એડવોકેટ સંજયભાઇ દાવડા ચૂંટણી અધિકારી તરીકે  તેમજ પરાગભાઇ વરૂ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે સેવા આપશે. જાહેરનામું બહાર પડયા બાદ મહિલા તેમજ પુરુષ એડવોકેટ દ્વારા પોતાના ઉમેદવારી પત્રક  રજૂ કર્યા હતા. બાર એસોસીએશનના ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ જાડેજાની બિનહરીફ વરણી થઇ હતી. જ્યારે ખજાનચી પદ માટે હિરેનભાઇ બલદાણિયા, સહમંત્રી તરીકે સંજીવ દુબેની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઇ હતી. આગામી 21મી તારીખે યોજાનારા પ્રમુખ પદના દાવેદાર તરીકે એડવોકેટ કનૈયાલાલ આર. મડિયાર અને મરિયમબેન બાયડ વચ્ચે ચૂંટણી થશે. આ બાર એસોસીએશનમાં વર્ષો બાદ મહિલા એડવોકેટ દ્વારા પ્રમુખપદ માટે દાવો કરાયો છે. સેક્રેટરી પદ માટે પાર્થ સોરઠિયા, સચિન પલણ વચ્ચે ચૂંટણી થશે. બાર એસોસીએશનના મહિલા ઉપપ્રમુખ પદ માટે મીનાબેન રેણિયા, જિજ્ઞાબેન વાઘેલા, તેમજ સહમંત્રી પદ માટે ભાવનાબેન ખોડિયાર, હંસાબેન પ્રજાપતિ વચ્ચે ચૂંટણી થશે. જ્યારે કારોબારી સભ્યોના ચાર હોદ્દેદારો માટે સાત એડવોકેટે ઉમેદવારી નોંધાવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer