ભુજમાં રાવલવાડી સમ્પે માત્ર છથી સાત સીસીટીવી કેમેરાનો ખર્ચ 83 હજાર !!

ભુજ, તા. 12 : શહેર સુધરાઇ હસ્તકના રાવલવાડી સમ્પ પર લગાવાયેલા છથી સાત સીસીટીવી કેમેરા 83,000નું બિલ મંજૂર કરાતાં જાગૃત નાગરિકો આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ખરેખર કઇ કંપનીના આટલા મોંઘા કેમેરા લગાવાયા છેતેની તપાસની માંગ ઊઠી છે. ભુજ નગરપાલિકાની મેકેનિક શાખા દ્વારા મુકાયેલી નોંધને પગલે રાવલવાડી સમ્પ ઉપર 83,000ના ખર્ચે છથી સાત જેટલા સી.સી.ટી.વી. કેમેરા લગાવાયા અને તેના બિલને સુધરાઇ દ્વારા સામાન્ય સભામાં મંજૂરીની મહોર પણ મરાઇ. જો કે, માત્ર છથી સાત કેમેરા પાછળ 83,000 રૂા. ખર્ચાતાં જાગૃત નાગરિકો શંકા વ્યકત કરી રહ્યા છે અને આટલા મોંઘા કેમેરાની તપાસ કરાય તેવી પણ માંગ કરી રહ્યા છે.  અલબત્ત, આટલા માતબર ખર્ચે લાગેલા કેમેરાની કંપની તેમજ અન્ય વિગતો અંગે આ કામગીરી કરનાર સહજાનંદ એન્ટરપ્રાઇઝના માલિકનો સંપર્ક સાધતાં તેમણે બહારગામ હોવાનું જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer