મુંદરા બાર એસોની 21મીએ ચૂંટણી પ્રમુખ-ઉપપ્રમુખ માટે ત્રિપાંખીયો જંગ

મુંદરા, તા. 12 : અહીંના બાર એસોસીએશનની ચૂંટણી તા. 21/12ના કોર્ટ પરિસરના બારરૂમમાં યોજાશે. સાંજે પરિણામ આવશે. પ્રમુખ માટે ત્રણ ઉમેદવાર કાનજીભાઈ ડી. સોંધરા, જનકભાઈ સોલંકી, નારાણભાઈ કાનાણી તથા ઉપપ્રમુખ માટે દુર્ગાબેન ગોર, કરસનભાઈ ગઢવી, વિજયસિંહ જાડેજા વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. મંત્રીપદ માટે પીરદાનસિંહ જાડેજા અને વાલજીભાઈ ગઢવીનો સીધો મુકાબલો થશે. અગાઉ સહમંત્રી નરેન્દ્રસિંહ ઓ. સોઢા, મહેશભાઈ વી. સોધમ, ખજાનચી ઈસ્માઈલભાઈ તુર્ક તથા લાયબ્રેરીયન લક્ષ્મણભાઈ ડી. ગિલવા બિનહરીફ વિજેતા થયા  હતા.  મુંદરા બારના મુખ્ય ચૂંટણી અધિકારી અવિનાશભાઈ ભટ્ટ તથા સહ ચૂંટણી અધિકારી સુનીલભાઈ મહેતા તથા શ્રીકાંતભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું છે. નગરમાં એપીએમસીની ચૂંટણી તથા બાર એસોસીએશનની ચૂંટણીઓ ભારે રંગ જમાવશે, એવું દેખાઈ રહ્યું છે. બારની ચૂંટણી માટે વકીલોની કચેરીઓએ બેઠકોના દોર યોજાઈ રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer