ઓલિમ્પિક રમતોમાં 548 ચંદ્રક જીતનારા રશિયાનું રાજ રહ્યું છે

મોસ્કો, તા. 9 : `વાડા' દ્વારા રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકાયો છે, ત્યારે એ જાણવું રસપ્રદ બની રહે તેવું છે કે, ઓલિમ્પિક રમતોમાં અમેરિકાને બાદ કરતાં રશિયાનું રાજ રહ્યું છે. રુસી રમતવીરોએ ઉનાળુ ઓલિમ્પિક રમતોમાં 428 અને શિયાળુ ઓલિમ્પિક રમતોમાં 120 ચંદ્રક જીત્યા છે. છેલ્લા અઢી દાયકાના ઈતિહાસ પર એક નજર કરતાં જણાશે કે, 1994થી રશિયાએ 196 સુવર્ણ સહિત કુલ્લ 548 ચંદ્રકો જીત્યા છે. રશિયા કરતાં માત્ર અમેરિકા જ આગળ છે. આમ, ઓલિમ્પિક રમતોનાં મેદાન પર પ્રભાવશાળી પ્રદર્શન સાથે બીજું સ્થાન ધરાવતા રશિયાની સ્થિતિ મજબૂત છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer