પંત ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનો સુપરસ્ટાર બનશે : પીટરસન

પંત ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનો સુપરસ્ટાર બનશે : પીટરસન
નવી દિલ્હી, તા. 9 : ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનું માનવું છે કે ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ ઋષભ પંતને પરિપકવ થવામાં સમય લાગશે. તેની પાસે સમય છે. બાદમાં તે તેની પૂર્ણ ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી શકશે. ઋષભ પંત પાછલા કેટલાક સમયથી તેની નબળા બેટિંગ, વિકેટકીપીંગ અને તેના ડીઆરએસ ફેંસલાઓને લઇને ટીકાકારોના નિશાન પર છે. પીટરસને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ઋષભ પંત યુવા છે અને ઉત્સાહ-ઊર્જાથી ભરેલો છે. તેણે 22 વર્ષની વયે ઘણું હાંસલ કરી લીધું છે. આથી ટીકાઓ પણ થવાની જ. ટીમમાં તેની સાથે વિરાટ છે. ધોની હજુ બહાર છે. તેને લાંબી સફર કાપવાની છે. તેની પાસે હજુ ઘણો સમય છે. આવનારા સમયમાં તે ભારતીય ક્રિકેટનો સુપરસ્ટાર બનશે. તેને પરિપકવ થવા માટે સમય આપવાની જરૂર છે. તે ભૂલોમાંથી સબક લે. મેં તેને આઇપીએલમાં નજીકથી જોયો છે. તે વારંવાર એકસમાન ભૂલ કરે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer