શાનદાર કેચ વિશે કોહલીએ કહ્યંy, દડો હાથમાં ફસાઇ ગયો
થિરૂવનંથપૂરમ, તા. 9 : ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જેટલો શાનદાર બેટસમેન છે એટલો જ ચુસ્ત ફિલ્ડર છે. જે ગઇકાલની વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની બીજી ટી-20 મેચ દરમિયાન જોવા મળ્યું હતું. તેણે લોંગ ઓન પર શિમરોન હેટમાયરનો ડાઇવ લગાવીને એક હાથે અદ્ભુત કેચ પક્ડયો હતો. જાડેજાના બોલ પર કોહલીએ લાંબી દોડ લગાવીને આ શાનદાર કેચ ઝડપી લીધો હતો. તે કેચ લઇને પડી પણ ગયો, છતાં તેનો પગ બાઉન્ડરી લાઇનને ટચ થવા દીધો નહીં. મેચ બાદ કોહલીને જ્યારે આ કેચ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, `આ કેચ કંઇક એવો હતો જેમાં હાથમાં દડો ફસાઇ જાય છે. હું દડાને જોઇ રહ્યો હતો. પછી બન્ને હાથ આગળ વધાર્યા. મારું સૌભાગ્ય રહ્યંy કે, દડો મારા બન્ને હાથમાં આવી ગયો.' કોહલીએ કહ્યંy, પાછલી મેચમાં મેં એક હાથથી કેચ લેવાની કોશિશ કરી હતી, પણ ઝડપી શકયો ન હતો. ઘણીવાર સફળ રહો છો અને ઘણીવાર નિષ્ફળ પણ રહો છો.