ધોની ટીવી સિરીઝમાં જોવા મળશે : જવાનોની વીરગાથા સંભળાવશે

મુંબઇ, તા. 9 : પૂર્વ ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોની ટૂંક સમયમાં એક ટીવી સિરીઝ લઇને આવી રહ્યો છે. જેમાં તે ભારતીયસેનાના પુરસ્કૃત અધિકારીઓની વીરગાથા સંભળાવશે. સ્ટુડિયો નેકસ્ટ દ્વારા ધોનીના સહયોગથી આ ટીવી શ્રેણીનું નિર્માણ થઇ રહ્યું છે. ધોની ખુદ આર્મી ટેરીટોરીયલમાં પેરાશૂટ રેજિમેન્ટમાં લેફટનન્ટ કર્નલની માનદ્ ઉપાધિ ધરાવે છે. રિપોર્ટ અનુસાર ધોની તેના ટીવી શોમાં બહાદુર પરમવીર ચક્ર અને અશોક ચક્ર વિજેતાઓની કહાનીઓ દર્શકોને સંભળાવશે. હાલ આ સિરીઝનો અહેવાલ તૈયાર થઇ રહ્યો છે અને ટૂંક સમયમાં શૂટિંગ પણ શરૂ થશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વર્લ્ડ કપ બાદ ધોની ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો છે. તાજેતરમાં જ તેણે એવું બયાન આપ્યું હતું કે, જાન્યુઆરી પહેલાં વાપસી વિશે કોઇએ સવાલ કરવો નહીં. 38 વર્ષીય ધોની છેલ્લે વર્લ્ડકપની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer