અંજાર વિધાનસભા વિસ્તારના રસ્તાના કામો માટે 30 કરોડ મંજૂર

અંજાર વિધાનસભા વિસ્તારના રસ્તાના કામો માટે 30 કરોડ મંજૂર
અંજાર, તા. 9 : રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના પ્રયત્નોથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા અંજાર વિધાનસભા વિસ્તારના વિવિધ રસ્તાના કામો માટે રૂપિયા?ત્રીસ કરોડ મંજૂર કરાતાં સંબંધિત લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ?રૂા. 3.20 કરોડના ખર્ચે વરસામેડી, ગળપાદર, શાંતિધામ, એરપોર્ટ, આદિપુર , ગાંધીધામને આવરી લેતા રસ્તાને 7.50માંથી 10 મીટર પહોળા રસ્તા બનાવવા, રૂા. 6.45 કરોડના ખર્ચે સૈયદપર એપ્રોચ રોડ, કોટડા-વરલી રોડ, પદ્ધર-કંઢેરાઇ રોડ, ભુજોડી-ધોળાવા હનુમાન એપ્રોચ રોડ, કોટડા-વરલી રોડ, પદ્ધર-કંઢેરાઇ રોડ, ભુજોડી, ધોળાવા હનુમાન એપ્રોચ રોડ, ચપરેડી-નાડાપા રોડ, કોટડા (ઉ.), કોટડા (આ.) રોડ અને તેમાં આવતા સાંકડા પુલ તથા ક્રોઝવે પર નવા પુલ બનાવવા, રૂા. 50 લાખના વરસામેડી, ગળપાદર, શાંતિધામથી ગેબનશા પીર રોડ નોન પ્લાન રસ્તો બનાવવા, રૂા. 1.5 કરોડના ખર્ચે સાપેડા, ખંભરા, નાગલપર વાળો ખંભરા વાડી વિસ્તારથી પ્રાથમિક શાળા સાપેડા-નાગલપર રોડ, રૂા. 77 લાખના ખર્ચે સિનોગ્રાથી હડમતિયા હનુમાન મંદિર સુધીનો રોડ, રૂા. 3.60 કરોડના ખર્ચે હરીપરથી ભૂરાપીર મંદિરથી મોખાણા રોડ, રૂા. 68 લાખના ખર્ચે માથક ગામ એપ્રોચ રોડ, રૂા. 1.05 કરોડના ખર્ચે ચાંદ્રાણીથી પાબુદાદા નવાગામ-હિરાપર રોડ, રૂા. 3.05 કરોડના ખર્ચે જૂના પશુડાથી નવા પશુડા, પશુડાથી લુણવા, પશુડાથી સુખપર રોડ રિસર્ફેસિંગ, રૂા. 1.25 કરોડના ખર્ચે મોડવદર ગામથી નેશનલ હાઇવે સુધી, રૂા. 1.75 કરોડના ખર્ચે પદ્ધરથી નાની રેલડી રોડ , રૂા. 2.70 કરોડના ખર્ચે હબાય, ફુલાય, લોડિયા, મમુઆરા, નવા ગામના એપ્રોચ રોડનું રિસર્ફેસિંગ, રૂા. 2 કરોડના ખર્ચે દુધઇ-ટપ્પર રોડના કામોનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer