કિડાણા લખણઇ દેવીમાં મહિલા ગ્રુપનો સ્થાપના દિવસ ઊજવાયો

કિડાણા લખણઇ દેવીમાં મહિલા  ગ્રુપનો સ્થાપના દિવસ ઊજવાયો
નિરોણા (તા. નખત્રાણા), તા. 9 : ગાંધીધામ સંકુલના કિડાણા ખાતે આવેલા લખણઇ દેવીના મંદિર ખાતે ગત વર્ષે માગશર સુદ આઠમના દિને કિડાણા સોસાયટીની મહેશ્વરી ગવરી બહેનો દ્વારા રચવામાં આવેલા લખણઇ દેવી મહિલા ગ્રુપના સ્થાપના દિવસની ઉજવણી ધાર્મિક વિધિવિધાન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે માતંગશાત્ર કથન અને ઠાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધર્મગુરુ માતંગ વિજયકુમાર લાલણ, કરસનભાઇ કોચરા અને નારાણભાઇ દેવરિયા દ્વારા મોડી રાત્રિ સુધી માતંગશાત્રના કથન બાદ માતંગદેવના ધૂપ સાથે લોરમતીનું ભાવવાહી શૈલીમાં સમૂહગાન કરવામાં આવ્યું હતું. કિડાણા સોસાયટી ખાતે આવેલા લખણઇ દેવી મંદિરના પટ્ટાંગણમાં બીજા દિવસે સવારે બારમતી પંથ અને માતાજીની પેડી ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણી પોપટભાઇ કન્નર, અમિતભાઇ કોચરા, હરજીભાઇ બુચિયા, મેઘજીભાઇ ધુવા, રામજીભાઇ માતંગ, નાગશીભાઇ નોરિયા, હિરેન મારાજ, લાલજીભાઇ બળિયા, નારાણભાઇ દાફડા ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા મહિલા ગ્રુપના અગ્રણી મૂલબાઇ નારાણ દાફડા, તારાબેન લાલજી બળિયા, જયાબેન તેજાભાઇ ફુફલ, આસબાઇ મેઘજી ધુવા તથા મેઘબાઇ કાનજી પાતારિયાએ જહેમત ઉઠાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer